શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|

શાહી ખમણ

N.D
સામગ્રી - ચણાનો લોટ 100 150 ગ્રામ, સાજીના ફૂલ અડધી ચમચી, લીંબુના ફૂલ એક ચપટી, મીઠું સ્વાદ મુજબ.

વઘાર માટે : તેલ - ચાર ચમચી, રાઈ અડધી ચમચી, સૂકા લાલ મરચા, લીમડો, હિંગ-ચપટી, અડધો કપ પાણી, એક ચમચી ખાંડ, લાલ મરચું - એક ચમચી, સમારેલા ધાણા.

બનાવવાની રીત : ચણાના લોટમાં લીંબુના ફૂલ, મીઠું નાખી પાણીથી મિડિયમ ખીરુ બનાવવું. પાતળું થાય નહી તેનેઉ ધ્યાન રાખવુ . છેલ્લે સાજી ફૂલ નાંખી એકદમ હલાવવી ખમણના સાંચામાં તેલ લગાવી પાથરી દેવુ. એક કઢાઈમાં અથવા કૂકરમાં પાણી ઉકાળવા મુકવુ. ખમણની થાળી મુકી 15 મિનિટ થવા દેવુ. પછી ખમણ ઠંડા થયા બાદ પીસ કરવા કઢાઈમં તેલ ગરમ કરી તેમાં રાય કકડાવવી ત્યાર બાદ હિંગ તથા લીમડો અને સુકા મરચાં નાંખવા. અડધો કપ પાણીમાં ખાંડ નાંખી. મિક્સ કરી તે વઘારમાં નાંખવું. આ વઘાર ઉકળે ત્યાર બાદ ખમણ ના પીસમાં નાંખી હલાવવું. ધાણાથી સજાવવી સર્વ કરવા.