શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

સ્ટફ્ડ ટામેટા-ચણા

N.D
સામગ્રી - ટામેટા - 300 ગ્રામ, બાફેલા ચણા 1 ક્પ, નારિયળનુ છીણ 1 ટેબલ સ્પૂન, પનીર 1 ટેબલ સ્પૂન, મસાલા - જેવા કે મીઠુ, કાળા મરી, ગરમ મસાલો, આખા કાળા મરી અને 1 ટી સ્પૂન વરિયાળી, ઝીણા સમારેલા લીલા ધાણા અને ફુદીનાના પાન અને માખણ એક ચમચી.

બનાવવાની રીત - ટામેટાને ઠંડા પાણીમાં 10 મિનિટ મુકીને કાઢી લો અને સૂકા કપડાથી લૂછીને અડધુ કાપીને બે બરાબર ભાગમાં કાપી લો. બાફેલા ચણાને અધકચરા વાટી લો અને કેટલાક ચણા બચાવી લો. હવે પેનમાં માખણ ઓગાળી ચણાના મિશ્રણમાં નાખો. સમારેલા ટામેટાને ખોખલા કરી તેનો ગુદો પણ મિશ્રણમાં નાખો અને બધા મસાલા નાખ્કીને સારી રીતે સેકી લો. છેવટે નારિયળનુ છીણ, છીણેલુ પનીર અને લીલા ધાણા, ફુદીનો નાખીને ઠંડુ કરી લો. આ મિશ્રણને દરેક ટામેટામાં ભરો અને તેના ઉપર બાફેલા ચણા અને બચેલુ નારીયળનુ છીણ નાખીને બેકિંગ ડિશમાં મુકો. પહેલાથી જ ગરમ ઓવનમાં 150 ડિગ્રી સેંટીગ્રેડ પર 10 મિનિટ સુધી બેક કરો અને ગરમા ગરમ નાનની સાથે સર્વ કરો.