શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2016 (16:14 IST)

છોકરી વિનાનું ગામ - સ્ત્રીભૃણ હત્યાનો મહત્વનો સંદેશ આપતી ગુજરાતી ફિલ્મ

આપણા દેશમાં વડાપ્રધાન મોદીએ બેટી બચાઓ, બેટી પઢાઓ નામથી એક મહત્વની યોજના હાથ ધરી છે. આમતો આ મુદ્દો નવો નથી પણ હવે સરકાર અને સમાજ આ મુદ્દે જાગૃત થયાં છે તે મહત્વની બાબત છે. તે છતાંય આજનો શિક્ષિત સમાજ દિકરાની લાલચ એટલે કે કુળદિપકની લાલચમાં લાડકી દિકરીને પોતાના કુળનો દિવો માનવા તૈયાર નથી. આ પ્રકારની બાબત ઘણી વાર સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થતી રહે છે. ત્યારે પહેલી વાર આ મુદ્દાને લઈને સમાજને એક મજબૂત સંદેશો આપવા માટે એક ગુજરાતી ફિલ્મ બની છે.

આ ફિલ્મનું દિગ્દર્શન રાજેશ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ફિલ્મ પ્રો. કાર્તિકેય ભટ્ટે લખી છે.  આ ફિલ્મનો મુળ કોન્સેપ્ટ માતાના ગર્ભમાં જ દિકરીઓની થતી હત્યા છે, આ હત્યાઓના કારણે એક આખું ગામ છોકરી વિનાનું બની જાય છે. આ ગામમાં કોઈ પોતાની દિકરીઓને પરણાવવા પણ તૈયાર નથી, ત્યારે ગામના યુવાન છોકરાઓ અને વૃદ્ધોમાં તેની શું લાગણી છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. મુળ આ ફિલ્મ એક ગંભીર મુદ્દા સાથે જોડાયેલી છે પણ તેમાં કલાકારોનો અભિનય કોમેડીથી ભરપુર છે.  આ ફિલ્મ આગામી 22 મી જુલાઈના રોજ રીલિઝ થઈ રહી છે.  આ ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, હિતેન્દ્ર શાહ, કિરણભાઈ વગેરે જેવા ખ્યાતનામ કલાકારોએ અભિનય પાથર્યો છે. રમુજ અને મસ્તીથી ભરપુર આ ફિલ્મ ખરેખર દર્શકોને આનંદ આપનારી નિવડશે તેવું પ્રો, કાર્તિકેય ભટ્ટ દ્વારા જાણવા મળ્યું હતું. આમતો આ ફિલ્મની કથા એક નાનકડા નાટક સ્વરૂપે અનેક જગ્યાએ રજુ થયેલી છે. યુનિવર્સિટી, કોલેજ કે શાળા આવા સ્ટેજ પર આ નાટક છોકરી વિનાનું ગામ એ ટાઈટલ પર જ ભજવાયું છે. તેને લોકોએ ખૂબજ પસંદ પણ કર્યું છે.