ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 24 જૂન 2016 (14:26 IST)

આજે રીલિઝ થયેલી ગુજરાતી ફિલ્મ "દાવ થઈ ગયો યાર" જોવી કે નહીં

પરંપરા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી ગુજરાતી ફિલ્મ દાવ થઈ ગયો યાર આજે સમગ્ર ગુજરાતમાં રીલિઝ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મ જોવી કે નહીં તે વિશે વાત કરીએ, ફિલ્મ કેવી છે એની ચર્ચા કરવી જરૂરી છે. ખાસ કરીને આપણી ગુજરાતી ફિલ્મોમાં આજકાલ કોમેડી ફિલ્મો બનાવવા માટે એક દોર ચાલુ થઈ ગયો છે. લોકોને કોમેડી ગમે છે એટલે હવે કોમેડી ફિલ્મો બને છે. જ્યારે આ ફિલ્મની વાત કરીએ તો તેમાં પણ એક બાબતને મોટી કરીને તેને કોમેડી રૂપે ફિલ્મમાં દેખાડવામાં આવી છે. આ ફિલ્મના દિગ્દર્શક  દુષ્યંત પટેલ છે,અને ફિલ્મના  સંવાદો રાજુ ભટ્ટે લખ્યાં છે.

ત્રણ મિત્રો વંશ, ડેની અને આદિત્યની આ કહાની છે. આ ત્રણેય મિત્રો લોકોની મદદ કરવા માટે હમેંશા તત્પર હોય છે પરંતુ પોતાનો અંગત પ્રોબ્લેમ ઉકેલવા જતાં તેઓ તેમાં વધારે ફસાય છે અને ત્રણેયનો કેવો 'દાવ થઇ જાય' છે તેની વાત છે. આ દાવ થતાં તેઓ તેમાંથી બચવા માટે કેવા કેવા રસ્તા અપનાવે છે તેમાંથી હાસ્ય ઉભું થાય છે. આ હાસ્યમાં જ આખી ફિલ્મ પુરી થઈ જાય છે. એમાં કંઈ ખાસ નવી વાત નથી. સ્ક્રિપ્ટ અને દિગ્દર્શન ફરી એક જ ગીત વગાડી રહ્યાં છે, જે લોકો અગાઉ સાંભળી ચૂક્યાં છે, એક જ પ્રકારની ફિલ્મ છતાં લોકોને મજા પડી જાય એવી ફિલ્મ છે. ફિલ્મનું દિગ્દર્શન થોડુ નબળું છે. સંગીત સારૂ એટલા માટે લાગે છે કે તેમાં શંકર મહાદેવન તથા એશ્વર્યા મજમદારે ગીતો ગાયા છે. ફિલ્મમાં સંગીત યુવા ડિરેકટર પાર્થ ઠક્કરે આપ્યું છે.ગીતો નિરેન ભટ્ટ અને એશ્વર્યા મજુમદારે લખ્યા છે. જે લોકોને કોમેડી પસંદ છે તે લોકોને આ ફિલ્મ ગમશે.  ફિલ્મમાં ત્રણેય કલાકારોનો અભિનય સારો છે પણ અભિનેત્રીઓ નવી હોવાથી તેઓ ફિલ્મના કોન્સેપ્ટ પ્રમાણે અભિનય કરી શકી નથી. એક ગુજરાતી પારિવારીક ફિલ્મ અને લોકોને ગમે તેવી આ કોમેડી ફિલ્મ છે.