Widgets Magazine
Widgets Magazine

‘પપ્પા તમને નહીં સમજાય’ - ગુજરાતી ફિલ્મમાં બોલિવૂડ અભિનેતા જોની લિવરની એન્ટ્રી

ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (14:19 IST)

Widgets Magazine
vibrant gujarat


ગુજરાતી ફિલ્મોનો ટ્રેન્ડ હવે બદલાઈ રહ્યો છે. ગુજરાતનું યુવાધન હવે માતૃભાષાનું મહત્વ સમજીને જે રીતે આપણી પ્રાદેશિક ફિલ્મો નિહાળવા માટે રસ ધરાવતો થયો છે. તે જોતાં ઈન્ડસ્ટ્રીનું ભાવી ઉજ્જવળ છે. બીજી બાજુ ફિલ્મના નિર્માતાઓ પણ જુની પરંપરાઓમાંથી બહાર આવીને સારી ફિલ્મો બનાવતા થયાં છે. ત્યારે આગામી 25મી ઓગસ્ટે એક સંપૂર્ણ પારિવારિક ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું નામ ‘પપ્પા તમને નહીં સમજાય છે’.આ ફિલ્મમાં પિતા પુત્રની આજના આઘુનિક યુગની જનરેશન ગેપને કંઈક વિશેષ રીતે રજુ કરવામાં આવી છે. એક સમય હતો જ્યારે દિકરાની વાતનો વિરોધ પપ્પા કરે તો દિકરો બહુ બહુ તો તેની માતાને ફરિયાદ કરી શકતો હતો. કે મમ્મી જો પપ્પા મારી વાત કેમ સમજતા નથી. જ્યારે સ્માર્ટફોનના આ યુગનો દિકરો પપ્પાને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે પપ્પા તમને નહીં સમજાય. ખરેખર શું આજના યુવાનોની વાત પપ્પા નથી સમજી શકતા કે દિકરો તેમને સમજાવી નથી શકતો. આ સમસ્યાનો ઉકેલ અદભૂત રીતે આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. 
gujarati movies

સંવેદનાના ક્લેવર પર હાસ્યનો શણગાર કરી ખૂબ સલુકાઈથી દિગ્દર્શક ધર્મેશ મહેતાએ આ ફિલ્મની માવજત કરી છે. આ ફિલ્મમાં મનોજ જોશી, કેતકી દવે, બોલિવૂડના અભિનેતા જોની લિવર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ટપુ ઉર્ફે ભવ્ય ગાંધી, અંકિત ત્રિવેદી અને ભૂમી ત્રિવેદીએ આ ફિલ્મના સંવાદો લખ્યાં છે.
Gujarati film

બોલિવૂડના લોકપ્રિય ગાયક શાન અને નકાશ અઝીઝ જેવા ગાયકોએ ફિલ્મમાં પોતાનો અવાજ આપ્યો છે તો પીયૂશ કનોજિયા અને રાહુલ મુન્જારિયાએ સંગીત આપ્યું છે. ફિલ્મની વાર્તા અમર હડપ અને ધર્મેશ મહેતાની છે. વિગર મીડિયા કોમ્યુનિકેશનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મના નિર્માતા ડો. અલ્પેશ પટેલ, હર્ષ પટેલ તથા દૂરદર્શનના ભૂતપૂર્વ નિર્માતા સ્નેહલ ત્રિવેદીની છે.

gujarati movies



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી સિનેમા

news

Video ટ્રેલર લોન્ચ - પ્રેમ, દોસ્તી અને પારિવારિક સંબંધો વિશેની ફિલ્મ એટલે 'વિટામિન શી'

દરેક પુરુષોને જીવનમાં 'વિટામિન શી' એટલે કે મહિલાના આગમનની ખૂબ ઝંખના હોય છે તેમની સાથે ...

news

મલ્હાર ઠાકર અભિનિત ‘કેશ ઓન ડિલિવરી’ ફિલ્મને રજુ થતાં જ દર્શકોનો અપ્રતિમ પ્રતિસાદ મળ્યો

ગુજરાત અને મુંબઈમાં ગુજરાતી અર્બન સિનેમાના સ્ટાર મલ્હાર ઠાકર અભિનિત ફિલ્મ કેશ ઓન ડિલિવરી ...

news

‘કેશ ઓન ડિલિવરી’ - મીડલ ક્લાસના ડિલિવરી બોયની પડકારજનક જર્ની

ગુજરાતી ફિલ્મોનો એક સમયે મોટો લોટ આવ્યો. આ સમય એવો હતો કે અનેક ફિલ્મો બની અને કયા સમયે ...

news

દિકરી અવતર્યા બાદ અભિનેતા કવન શાહનો સિતારો ચમક્યો

કલર્સ ટીવી પર પ્રસારિત થતી છુટાછેડા નામની સિરિયલમાં ભૂમિકા ભજવ્યા બાદ અભિનેતા કવનને હવે ...