શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. ગુજરાતી સિનેમા
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

શાહરૂખે સંભળાવી કવિતા

P.R
25 એપ્રિલથી શરૂ થતો કાર્યક્રમ 'ક્યા આપ પાઁચવી પાસસે તેજ હૈ ? ના દર્શકોની સારી પ્રતિક્રિયા મળી છે. આનુ સંચાલન શાહરૂખ ખાન કરી રહ્યા છે. વયસ્ક લોકો પોતાની જાતને સાબિત કરવા માંગે છે કે તેઓ પાંચમુ પાસથી વધુ હોશિયાર છે, પણ બે શિક્ષક અને એક મોડલ છેલ્લા બે એપિસોડ્સમાં અસફળ રહ્યા.

આ કાર્યક્રમથી ભણતરનુ મહત્વ સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે ભણેલા-ગણેલા લોકો શરમથી કહે છે કે તેઓ પાંચમુ પાસથી હોશિયાર નથી તો એ શિક્ષકો અને માતા-પિતા માટે આંખ ખોલવા જેવુ છે કે તેઓ આ વાત માની લે કે તેમના બાળકોને સારી શિક્ષા મળી રહી છે.

આ શુક્રવારે શાહરૂખની મુલાકાત નવા પ્રતિસ્પર્ધકો સાથે થશે. મુંબઈના મુકુલ શ્રીવાસ્તવ અને 21 વર્ષના પ્રિયંકા ચેટર્જીને પરીક્ષા આપતી જોઈ શકશો. મુકુલે તો ઘણા મુશ્કેલ પ્રશ્નોને પોતાની બુધ્ધિથી સોલ્વ કરી લીધા, પણ પ્રિયંકાની શરૂઆત જ ચીટિંગથી થઈ.

આટલુ જ નહી શનિવારે બતાવવામાં આવેલ એપિસોડમાં પ્રિયંકા તો શાહરૂખ સાથે ફલર્ટ કરવામાં પણ પાછળ ન રહી. તેમણે શાહરૂખની સાથે 'ઓમ શાંતિ ઓમ'ના રોમેંટિક ગીત પર ડાંસ પણ કર્યો.

મોડલ નેહા કાલરા પણ પ્રતિયોગીના રૂપમાં જોવા મળશે. નેહાને લાગે છે કે પાંચ તેમનો ભાગ્યશાળી અંક છે અને તેઓ પાંચ કરોડ રૂપિયા જીતવામાં સફળ થઈ જશે. શાહરૂખના કરોડો પ્રશંસકો તેમના ડિમ્પલ પર ફિદા છે અને શાહરૂખે તો નેહાના ડિમ્પલ પર પ્રભાવિત થઈને કવિતા સંભળાવી દીધી.

રવિવાર 4 મે વાળા એપિસોડમાં થાણાના વિકી રોસી અને મુંબઈની જ્યોતિ સોનકર સાબિત કરવા આવશે કે તેઓ પાંચમુ પાસથી હોશિયાર છે. વિકી રેલવેમાં ટીસી છે અને પોતાના બાળકોની મદદની પૂરી તૈયારીની સાથે આવ્યા છે.

જ્યોતિ એક ડેંટલ સ્ટુડેંટ છે અને રકમ જીતી ગઈ તો પોતાનુ કેરિયર બનાવવાની ઈચ્છા લઈને આવે છે. શુ થશે આ બધાનુ તે જાણવા માટે જુઓ 'ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈ ? દરેક શુક્રવારથી રવિવાર રાત્રે આઠ વાગે સ્ટાર પ્લસ પર.