શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગુરૂપૂર્ણિમા
Written By

Guru purnima, આ ઉપાયો કરવાથી દરેક મનોકામના પૂરી થશે(see video)

9 જુલાઈ રવિવારે ગુરૂપૂર્ણિમા છે. હિન્દુ ધર્મમાં ગુરૂ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે. આ દિવસે બધા લોકો પોતપોતાના ગુરૂની પૂજા કરીને તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે ગુરૂની કૃપા વગરે ક્યારેય સફળતા મળતી નથી. જ્યોતિષ મુજબ પણ ગુરૂ પૂર્ણિમાનુ વિશેષ મહત્વ છે.  જે લોકોની કુંડળીમાં ગુરૂ પ્રતિકૂળ સ્થાન પર હોય છે તેમના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. તે લોકો જો ગુરૂ પૂર્ણિમાના દિવસે નીચે લખેલા ઉપાય કરે તો તેમને ઘણો લાભ થાય છે. આ ઉપાય આ પ્રકારના છે. 
 
ઉપાય - 
 
1. ભોજનમાં કેસરનો પ્રયોગ કરો અને સ્નાન પછી નાભિ અને મસ્તક પર કેસરનુ તિલક લગાવો 
2. સાધુ બ્રાહ્મણ અને પીપળના વૃક્ષની પૂજા કરો. 
3. ગુરૂ પૂર્ણિમાના દિવસે સ્નાનના જળમાં નાગરમોથા નામની વનસ્પતિ નાખીને સ્નાન કરો. 
4. પીળા રંગના ફૂલના છોડ તમારા ઘરમાં લગાવો અને પીળા રંગને ભેટમાં આપો. 
5. કેળાના બે છોડ વિષ્ણુ ભગવાનના મંદિરમાં લગાવો 
6. ગુરૂ પૂર્ણિમા ના દિવસે આખા મગ મંદિરમાં દાન કરો અને 12 વર્ષથી નાનકડી કન્યાઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો. 
7. શુભ મુહુર્તમાં ચાંદીના વાસણો પોતાના ઘરની ભૂમિમાં દબાવો અને સાધુ સંતોનુ અપમાન ન કરો. 
8. જે પલંગ પર તમે સૂવો છો તેના ચારે ખૂણામાં સોનાની ખીલ્લી અથવા સોનાના તાર લગાવો. 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો