મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સલમાન ખાન
Written By
Last Updated :મુંબઈ. , બુધવાર, 6 મે 2015 (10:51 IST)

સલમાનને જેલ થશે કે નહી તેના પર લાગી રહ્યો છે 2000 કરોડ રૂપિયાનો સટ્ટો

બોલીવુડનો સૌથી મોટો કેસ માનવામાં આવી રહેલ સલમાન ખાન હિટ એંડ રનનો નિર્ણય 6 મે ના રોજ આવવાનો છે. નિર્ણય પર આખા દેશની નજર લાગેલી છે. મામલામાં ડ્રાઈવરના નિવેદને યૂ ટર્ન લાવી દીધો છે. આ બીજા એવા ટોપ સિતારા છે જે પોતાના કેરિયરના સર્વશ્રેષ્ઠ સમય દરમિયાન કાયદાકીય ગૂંચવણોમાં ફસાયા છે. 
 
સંજય દત્ત પણ પોતાના કેરિયરના ટોચના સમયે જેલમાં ગયા હતા. પણ સલમાનના આ મામલામાં લોકોની જિજ્ઞાસા ચરમ પર છે. લોકપ્રિયતાના અંદાજો તેનાથી લગાવી શકાય છે કે દેશમાં શક્યત: આ પહેલીવાર બન્યુ છે. જ્યારે ક્રિકેટ કે ચૂંટણી સિવાય કોઈની સજા પર આટલો મોટો સટ્ટો લાગી રહ્યો છે. 
 
200 કરોડથી વધુના સટ્ટાની ચર્ચા 
 
મુંબઈ અને પટનાના સટ્ટા બજારના ભાવ સલમાનની સજા પર ઓછા છે. જ્યારે કે ચંડીગઢનો બજાર સજામાંથી મુક્તિ પર ઓછો ભાવ આપી રહ્યુ છે. 
 
શહેર           મુંબઈના ભાવ       પટનાના ભાવ   ચંડીગઢના ભાવ 
સજા             28 પૈસા                40 પૈસા             6 રૂપિયા 
મુક્તિ           1.80 રૂપિયા           67 પૈસા             20 પૈસા 
 
 
1000 કરોડ દાવ પર, ફ્લોર પર 270 કરોડ 
 
ખાન તિકડીના સૌથી લોકપ્રિય કલાકાર સલમાન ખાન પર 1000 કરોડ રૂપિયાથી વધુનો દાવનો અંદાજ છે. પણ ફ્લોર પર માત્ર 270 કરોડ રૂપિયા જ છે. ઓન ફ્લોર મૂવીજ 'બજરંગી ભાઈજાન' અને 'પ્રેમ રતન ધન પાયો' પર 200 કરોડ અને જાહેરાત પર 70 કરોડ્ રૂપિયા લાગે છે. આવનારા પ્રોજેક્ટોમાં કરણ જોહરની 'શુદ્ધિ', યશરાજ ફિલ્મ્સની 'સુલ્તાન', 'નો એંટ્રી'  ના સીકવલ  'નો એટ્રી મે એંટ્રી' ઉપરાંત સલમાન પોતાના ભાઈ સોહેલ ખાનની 'શેરખાન' અને અરબાઝની 'દબંગ-3' સાથે પણ જોડાયેલ છે. પ્રી-પ્રોડક્શન સ્ટેજની ફિલ્મો અને સ્ટેજ શો જોડવામાં આવે તો બોલીવુડના લગભગ એક હજાર કરોડ રૂપિયાથી વધુનો વેપાર સલમાન પર આધારિત છે. 
 
2002માં નોંધાયો કેસ, 6 મે ના રોજ આવશે નિર્ણય 
 
સલમાન વિરુદ્ધ આ ધારાઓ 304 (II) (બિનઈરાદાથી હત્યા), 279 (બેદરકારીથી ડ્રાઈવિંગ), 337 (બીજાનો જીવ જોખમમાં નાખવો) નો પણ કેસ નોંધાયેલો છે. દોષી જોવા મળતા સલમાનને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. 6 મે ના રોજ આ મામલાને 4239 દિવસ થઈ જશે. 28 સપ્ટેમ્બર 2002ના રોજ કેસ નોંધાયો હતો. 06  મે 15 ના સેશન જજ ડી. ડબલ્યુ. દેશપાંડે નિર્ણય સંભળાવશે. પહેલા આ મામલો મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટની કોર્ટમાં હતો. સલમાન પણ એકવર વકીલ બદલી ચુક્યા છે. 5 યાચિકાઓ એડવોકેટ આભા સિંહે વિવિધ કોર્ટમાં લગાવી. જેનાથી મામલાની સુનાવણીમાં તેજી આવી અને કેસ છેવટના મુકામ પર આવ્યો. 
 
બાબા v/s ભાઈ 
 
સંજૂ બાબાએ જેવો બોલીવુડને સાથ આપ્યો એવો જ સલમાનને મળી રહ્યો  છે. કેસ પછી સંજય ગાંધીગીરીથી તો સલમાન બીઈંગ હ્યુમન જેવી સંસ્થા દ્વારા સામાજીક અને પરોપકારી કામ કરવા લાગ્યા. ટાડા કોર્ટના નિર્ણય આવ્યા પછી સંજય દત્તની કોઈ મોટી ફિલ્મ નહોતી આવી.