શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

સવારે ચાલવું શરીરને લાભદાયી

W.D

વહેલી સવારે ખુલ્લી હવામાં ફરવાથી શરીર રોગમુક્ત રહે છે અથવા તો જે રોગોથી આપણે પીડાતા હોઈએ છીએ તેનાથી રાહત મળે છે. પછી ભલે ને તે બાળકો હોય કે ઘરડા બધાને તેનાથી અવશ્ય લાભ થાય છે. સવારે ખુલ્લી હવામાં ચાલવું તે એક સંજીવની સમાન છે. સવારનો સમય સર્વોત્તમ હોય છે કેમકે આ સમયે હવા શુધ્ધ હોય છે અને પ્રાકૃતિક છટા અને સૂર્યોદયની લાલિમા ખુબ જ લોભામણી અને શાંતિપ્રિય હોય છે.

લાભ:

* રોજ સવારે ચાલવાથી ફક્ત માંસપેશીઓ જ મજબુત નથી થતી પરંતુ હાથ, ખભા અને પેટની વધારે પડતી ચરબી પણ ઓછી થઈ જાય છે.

* સવાર સવારની સ્વચ્છ હવા ફેફસાઓમાં લોહીને શુધ્ધ કરે છે. આનાથી શરીરમાં ઓક્સીહિમોગ્લોબીન બને છે જે શરીરમાં કોશીકાઓને શુધ્ધ ઓક્સીજન પહોચાડે છે.

* સવારે ચાલવાથી હાડકા પણ મજબુત બને છે.

* સવારમાં ચાલવાથી ફક્ત શારીરિક જ નહિ પરંતુ માનસિક ક્ષમતા પણ વધે છે અને તેનાથી તણાવ પણ દૂર થઈ જાય છે.

* ઓછામાં ઓછુ દિવસમાં ત્રણ કિલોમીટર ચાલવું જોઈએ.

ધ્યાનમાં રાખવા જેવી વાતો :

* પગરખા આરામદાયક પહેરો જેથી કરીને ચાલવામાં તકલીફ ન થાય.

* ચાલવા માટે શાંત અને ચારે બાજુ લીલોતરી હોય તેવું સ્થળ પસંદ કરો.

* ચાલતી વખતે લાંબા અને ઉંડા શ્વાસ લેવાની આદત પાડો અને સારા વિચાર કરો.

* પોતાના હાથને નીચેની તરફ રાખો અને તેને બરાબર હલાવતાં રહો જેનાથી સ્ફૂર્તિ મળે.

* હદય રોગ, રક્તપિત્ત કે અન્ય કોઈ ગંભીર બિમારીવાળી વ્યક્તિએ ચાલતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લો.

* દરેક વ્યક્તિએ પોતાની ઉંમર અને ક્ષમતા અનુસાર ચાલવું જોઈએ.

* ચાલવાનું શરૂ કરતી વખતે શરૂમાં અને અંતે હંમેશા ગતિ ધીમી રાખો. ચાલીને આવ્યા બાદ સંતુલિત આહાર લો.