મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય લેખ
Written By વેબ દુનિયા|

ડોંટ વરી બી હેપી એંડ હેલ્ધી - ચિંતા ચિતા સમાન છે

P.R
ચિંતા જીવતા માણસની કબર છે. જ્યારે આપણે નાની ચિંતાઓને લીધે મુંઝવણ અનુભવીએ છીએ ત્યારે આપણી આપણી આસપાસના વાતાવરણનું સમીકરણ બદલાઇ જાય છે.તેથી આપણે ચિંતાઓથી દૂર રહેવું જોઇએ.આજના લોકો ચિંતાઓ ખુબ જ કરે છે. નાની-નાની બાબતોની ચિંતા કરવાથી તે મોટી બાબત કરે છે.સતત ચિંતા મનોવિકાર જન્મ આપે છે.

દરેકની ચિંતાઓના પ્રકાર અલગ અલગ હોય છે.જેમ કે ગૃહિણી તેના ઘરની ચિંતા ન કરે તો બધું અસ્તવ્યસ્ત થઇ જાય. તે જ રીતે નોકરી કરતો કર્મચારી ઓફીસે સમયસર જવાની ચિંતા ન કરે તો તે નોકરી માંથી હાથ ગુમાવી દે.

અમુક પ્રકારની ચિંતાઓ જીવનનો એક ભાગ છે.વધુ પડતી બિનજરૂરી ચિંતાઓ કરવાથી શારિરીક-માનસિક નુકશાન થાય છે. વધુ પડતી ચિંતાના કારણે વાળ જલ્દી સફેદ થઇ જા ય છે.તેમજ આંખો નીચે કાળા કુંડાળા થવા,ચહેરા પર કરચલીઓ પડી જવી તે વધુ પડતી ચિંતાનું પરિણામ છે.સતત ચિંતા કરવાથી અનિદ્રા,માથાના દુ:ખાવા અને ગભરામણ જેવી તકલીફો ઉભી થાય છે.

ચિંતાથી બચવાના ઉપાયો :

ચિંતાથી માણસે ગભરાવવું જોઇએ નહી પરંતુ તેનો સામનો કરવો જોઇએ.પોતાના વિચારોની દિશા બદલવી જોઇએ. સતત કામમાં વ્યસ્ત રહેવું જોઇએ,જેનાથી ફાલતુ વિચારો આવે નહી.પોતાની આસપાસના લોકો સાથે સંબંધ વધારવા જોઇએ. પ્રકૃતિનો આનંદ ઉઠાવવો જોઇએ તેમજ હંમેશા ખુશ રહેવું જોઇએ.તેના લીધે મન પ્રફુલ્લીત રહશે.

વડીલોના સલાહસૂચનો લો અને તેમના અનુભવોને જિવનમાં ઉતારો.આ નાના નુસ્ખાઓ તમારા વિચારોની દિશા બદલી નાખશે.હંમેશા એ વાતનો વિચાર કરવો કે કે તમે જે વિચારી રહ્યા છો તેનાથી તમને શું ફાયદો થાય છે ?જો બિનજરૂરી હોય તો તેને તમે ભુલી જાઓ.હંમેશા નવરાશ મળે ત્યારે તમારી માનસિક કાર્ય ક્ષમતા વધારવનો પ્રયત્ન કરો.નવરાશના સમયમાં માનસિક શાંતિ મેળવાનો પ્રયત્ન કરો.

વિશ્વાસ કેળવતાં શીખો :

આખુંય વિશ્વ કેવળ વિશ્વાસ પર ચાલે છે. હંમેશા લોકોનો વિશ્વાસ જીતતા શિખો. જ્યારે જ્યારે તમે કોઇ પણ મુંઝવણમાં હો તો તમે તમારા મનની વાત તમારાવિશ્વાસુ કહો જેનાથી તમારા મનનો બોજો થઇ જશે.જે વ્યકતિ તમારી ચિંતા-મુંઝવણ સાંભળવા માંગતી હોય તો તરત જ તે તક ઝડપી લેવી જોઇએ.આમ કરવાથી તમારી ચિંતા ઓછી થઇ જશે.મન પર ભાર હોઇ ત્યારે હંમેશા મનભરીને રોઇ નાખો.તેનાથી મન હલકુ ફુલકુ બની જાય છે અને ગમે તેવા દુખદ પ્રસંગો ભુલી જવાય છે.અમેરિકન શિક્ષણશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર મિત્રો સાથે સુખ દુ:ખ વહેચનાર લોકો અન્ય લોકોની તુલનામાં વધુ સફળ અને સુખી હોય છે.

ઉતાવળ કરાવે ગોટાળા :

ગુજરાતી કહેવત છે કે.....
ધિરજ ના ફળ મીઠાં હોય માટે ક્યારેય ઉતાવળ કરવી ન જોઇએ.

ઉતાવળે કામ કરવાથી કામ બગડે છે.વધુ પડતી ઉતાવળ એ એક જાતની બિમારી છે. પોતાની માનસિક ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરવો જોઇએ.કોઇપણ કામ કારતાં પહેલાં તેની પુરેપુરી માહિતી મેળવો

જીવન જીવો હસતાં હસતાં :

ડોન્ટ વરી બી હેપ્પી. આ એક વાક્ય જ નથી, પણ તેની પાછળ જીવન જીવવાનો, જીવનને ભરપૂર માણવાનો સંદેશો છૂપાયેલો છે. હસતાં રહેવાથી શરીર સ્વસ્થ રહે છે.કોઇ પણ કામ બોજો સમજીને ન કરવું. તમે બિનજરૂરે માનસિક તાણ અનુભવશો નહીં તેનાથી તમારા જીવનમાં મુસિબતો વધી જશે.