શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ દેવતા
Written By વેબ દુનિયા|

વિષ્ણુના દશાવતાર

પરશુરામ અવતાર

W.D
પ્રાચીન સમયની વાત છે પૃથ્વી પર હૈહયવંશી ક્ષત્રિય રાજાઓનો અત્યાચાર વધી ગયો હતો. બધી બાજુ હાહાકાર મચેલો હતો. ગાય, બ્રાહ્મણો અને સાધુ અસુરક્ષિત થઈ ગયાં હતાં. એવામાં ભગવાન પરશુરામના રૂપમાં જમદગ્નિ ઋષિની પત્ની રેણુકાના ગર્ભથી ભગવાન અવતરિત થયા.

તે દિવસોમાં હૈહવંશી રાજા સહસ્ત્રબાહુ અર્જુન હતો. તે ખુબ જ અત્યાચારી હતો. એક વખત તે જમદગ્નિ ઋષિના આશ્રમ પર આવ્યો. આશ્રમના ઝાડ-પાન તો ઉખાડી દિધા સાથે સાથે ઋષિની ગાયો પણ લઈ ગયો. જ્યારે પરશુરામને તેની દુષ્ટતાના સમાચાર મળ્યાં ત્યારે તેણે સહસ્ત્રબાહુને મારી નાંખ્યો. સહસ્ત્રબાહુના મોતને લીધે તેના 10 હજાર પુત્રો ડરીને ભાગી ગયાં.

સહસ્ત્રબાહુના જે પુત્રો ડરીને ભાગી ગયાં હતાં તેમને પોતાના પિતાના વધની યાદ હંમેશા હેરાન કરતી હતી. એક ક્ષણ માટે પણ તેમને ચેન નહોતું મળતું.

એક દિવસની વાત છે જ્યારે પરશુરામ પોતાના ભાઈઓની સાથે બહાર ગયાં હતાં ત્યારે અનુકૂળ વાતારવણ જોઈને સહસ્ત્રબાહુના પુત્રો ત્યાં જઈ પહોચ્યાં. તે વખતે મહર્ષિ જમદગ્નિને એકલા જોઈને તેઓએ તેમને મારી નાંખ્યાં. સતી રેણુકા પોતાના માથા પછાડીને જોર જોરથી રોવા લાગી.

પરશુરામજીએ દૂરથી જ માતાનું આક્રંદ સાંભળી લીધું. તેઓ ઝડપથી આશ્રમ પર આવ્યાં અને ત્યાં આવીને જોયું કે પિતાજી હવે આ સંસારમાં નથી રહ્યાં તો તેમને ઘણું દુ:ખ થયું. તેઓ ક્રોધ અને શોકથી મોહવશ થઈ ગયાં. તેમણે પોતાના પિતાના દેહને તો ભાઈઓને સોપી દિધો પરંતુ પોતે હાથમાં ફરસો ઉઠાવીને ક્ષત્રિયોનો સંહાર કરવાનો નિશ્ચય કરી લીધો.

ભગવાને જોયું કે વર્તમાન ક્ષત્રિય અત્યાચારી થઈ ગયાં છે. એટલા માટે તેમણે પિતાના વધને નિમિત બનાવીને એકવીસ વખત આ પૃથ્વીને ક્ષત્રિયહીન કરી દિધી. ભગવાને આ રીતે ભૃગુકુળમાં અવતાર લઈને પૃથ્વીનો ભાર બનેલા રાજાઓનો ઘણી વખત વધ કર્યો છે.

ત્યાર બાદ પરશુરામે પોતાના પિતાને જીવીત કરી દિધા. જીવીત થઈને તેઓ સપ્તર્ષિઓના મંડળમાં સાતમાં ઋષિ બની ગયાં. અંતે ભગવાને યજ્ઞમાં આખી પૃથ્વી દાનમાં આપી દિધી અને પોતે મહેન્દ્ર પર્વત પર ચાલ્યાં ગયાં.