શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Updated : મંગળવાર, 22 માર્ચ 2016 (17:59 IST)

હોલી હૈ - રંગોની પસંદગી પરથી જાણો તમારી પ્રેમિકા/પત્નીનો સ્વભાવ

રંગોનો તહેવાર હોળી રોમાંસના રંગને પણ ચટખ બનાવી દે છે. આવો જાણીએ કે તમારી પ્રેમિકા, પત્નીનો સ્વભાવ તેમના રંગોની પસંદના આધાર પર.. 
 
- જે મહિલાઓ સફેદ રંગને પસંદ કરે છે. તે સજ્જન, સરળ, દયાળુ, ભલા, સત્ય સ્વાર્થરહિત, ન્યાયપ્રિય અને માનવીય ગુણોથી સંપન્ન થાય છે.  બીજાની મદદ સેવાના ગુણ, સ્વભાવમાં ગંભીરતા, આડંબરહિન તેમના વ્યક્તિત્વની ઓળખ છે.   અવાજમાં બુલંદી, દ્રઢતા અને આત્મવિશ્વાસ તેના વ્યક્તિત્વની ઓળખ છે. અવાજમાં બુલંદી દ્રઢતા અને આત્મવિશ્વાસ તેમના વ્યક્તિત્વની ઓળખ છે. આત્મવિશ્વાસ તેમા કૂટી-કૂટીને ભરેલો રહે છે. અનુશાસનપ્રિય અને રૂઢિવાદી. 
 
- જે મહિલાઓ કાળા રંગ પસંદ કરે છે તે સામન્ય રીતે ઉદાસ અને નિરાશ પ્રકૃતિની હોય છે. ક્યારેક ક્યારે તેમના સ્વભાવમાં તીખાપણું પણ જોવા મળે છે. વ્યક્તિત્વ આકર્ષક, સૌંદર્યમાં સાક્ષાત સુંદરતાની દેવી વીનસ રૂપગર્વિતા, પતિ પ્રેમી પર દબદબો બનાવી રાખવામાં કુશળ અને આત્મવિશ્વાસી હોય છે. વિલાસમય જીવન તેની જીવનશૈલીનું અંગ છે. ઉપરથી કઠોર અને અંતરમન તેનુ મખમલી હોય છે. આંખોમાં ખુમાર તેના સૌદર્ય બોધનો દાવતનામા છે. 
 
- જે મહિલાઓ પીળા રંગને પસંદ કરે છે.  તે ગપશપમાં રસ ધરાવનારી, જિજ્ઞાસુ પ્રવૃત્તિની થવાની કારણ જાસૂસી અર્થાત બીજાના વિષયમાં વધુ જાણવાનો શોખ. શિષ્ટાચારી હોવા છતા પણ સ્વરમાં રહસ્યમયતા તેમના વ્યક્તિત્વની ખાસ ઓળખ છે. મિતવ્યયી થવા છતા પણ આત્મપ્રશંસાના ક્ષણોમાં અત્યાધિક સહાયતા પ્રદાન કરી દે છે. સ્વચ્છંદતા તેમના ગુણોને ચમકીલા અને બહુમુખી પ્રતિભા સંપન્ન બનાવી દે છે. સાહિત્યિક અભિરૂચિ, ઘટનાઓ પર વિવેચનાત્મક શૈલીમા પ્રસ્તુતિથી સભા સોસાયટીમાં આકર્ષણનુ કેન્દ્રબિંદુ બન્યા રહે છે. પણ ચરિત્રના મામલે ઉચ્ચ માપદંડો સાથે સરોકાર રાખે છે. 

- જે મહિલાઓ નારંગી રંગને વધુ પસંદ કરે છે તે પ્રેમાળ, મૈત્રીપૂર્ણ અને આનંદદાયિની સ્વભાવની હોય છે.  તેઓ પોતાના મૈત્રી સંબંધોમાં સમતુલન બનાવી રાખે છે.  આવી નારી પોતાના અધિકારોની પ્રાપ્તિ માટે આ પ્રકારના માંગ માટે પ્રયત્ન કરે છે કે અન્ય કોઈને ખરાબ નથી લાગતુ.  આધ્યાત્મિક ચિંતન બધા પ્રકારના સદ્દભાવ અને પરહિત સરસ ધર્મ નહી ભાઈ ની ઉક્તિને પોતાના જીવનમાં આદર્શ માને છે.  રાષ્ટ્રહિત અને સમાજહિત પ્રત્યે સજાગ રહે છે. મુદુલતા સુરુચિપૂર્ણ ભોજન વ્યવસ્થા વ્યવ્હારિક ચંચળતા ચપળતા સાથે ચાલ ઢાલમાં ગજગામિની જોવા મળે છે. તેમની આંખોમાં નિરાશાની ક્ષણોમાં પણ આશાદીપની ચમક સૌદર્યને મોહક બનાવે છે. 
 
- જે મહિલાઓ ગુલાબી રંગ પસંદ કરે છે. તેમની ચાલ-ઢાલમાં ગંભીરતા અને વ્યવ્હારમાં તટસ્થતા જોવા મળે છે. અહંકારની માત્રા કેટલી પણ હોય પણ ચંચળતા અને વ્યવ્હારિક શાલીનત તેમના વ્યક્તિત્વના આકર્ષણુ મુખ્ય કેન્દ્ર બનાવે છે. મોઢા પર થિરકતી મુસ્કાન અને આંખોમાં ચુંબકીય આકર્ષણ તેના વ્યક્તિત્વને મનોહારી બનાવી દે છે. શિષ્ટાચાર તેમના સામાજીક પરિવેશને વધુ સમૃદ્ધ બનાવે છે. 
 
- જે મહિલાઓ સ્લેટી રંગ પસંદ કરે છે તે શાંત કુશળ અને મહેનતુ હોય છે. તેઓ પોતાના કામથી કામ રાખે છે.  જો તેમને તક મળે તો વ્યવસાયિક કે અન્ય ક્ષેત્રોમાં ખૂબ સારુ કામ કરી શકે છે. તેમાથી કેટલીક કઠોર અને અભિમાની હોય છે. 
 
- જે મહિલાઓ લાલ રંગ પસંદ કરે છે તે ક્યારેક ખુશ તો ક્યારેક ઉગ્ર નિર્ભીક અને ઉત્તેજક સ્વભાવની રહે છે. સાહસી અને પોતાના જીવનના દરેક ક્ષણે આનંદપૂર્ણ બનાવવાની ઈચ્છુક રહે છે. આવી સ્ત્રીઓ ભવિષ્યની ચિંતા કરતી નથી. 
 
- જેમને ભૂરો રંગ પસંદ હોય છે તે વ્યવસ્થાપ્રિય અકાલ્પનિક અને નિયમિત જીવન વીતાવવામાં વ્યસ્ત રહે છે. તે અનુશાસનપ્રિય પણ પોતીકા લોકો પ્રત્યે અપાર પ્રેમ ધરાવે છે. પછી તે માતા-પિતા ભાઈ કે પતિ અથવા સંતાન કેમ ન હોય.  ચેહરા પર હાસ્ય અને આંખોમાં શોખી તરતી દેખાય છે. 
 
- જેમને લીલો રંગ પસંદ છે તેમનો વાર્તાલાપ અંતહીન હોય છે. તેમના મનમાં ઉમંગ અને ઉલ્લાસનુ અદ્દભૂત સંમ્મિશ્રણ રહે છે. તેમનુ અંતરમન કલ્પનાઓના રથ પર આરૂઢ હોય છે. સુખદ સપનાઓમાં વ્યસ્ત રહે છે. તે ચુસ્ત સ્ફ્રૂર્તિલી અને ચતુરાઈની સાથે જ્યારે પણ જેને પ્રેમ કરે છે મન મુકીને કરે છે. નફરત કરવા પર બેવફા બનતા મોડુ નથી કરતી.