શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2017 (12:06 IST)

હોળી પર આ વખતે વિશેષ યોગ... જાણો હોલિકા દહન(હોળી પ્રગટાવવા)ના શુભ મુહુર્ત...

શ્રી રામાનુજ 
 
આ વર્ષે હોલિકાદહન પર ભદ્રાનો પડછાયો નથી. આ ઉપરાંત એક વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ પડી રહ્યો છે. જે 13 કલાક સુધી રહેશે. વિદ્વાનો મુજબ આ સર્વાર્થ સિદ્ધિ યોગ શ્રેષ્ઠ છે.  સર્વાર્થ સિદ્ધિ યોગ બધા કાર્યોને સિદ્ધ યોગ પણ પડી રહ્યા છે. જે 13 કલાક સુધી રહેશે. વિદ્વાનોના મુજબ આ સર્વાર્થ સિદ્ધિ યોગ શ્રેષ્ઠ છે.  સર્વાર્થ સિદ્ધિ  યોગ બધા કાર્યોને સિદ્ધ કરવાનો છે. આ વર્ષ હોલિકાદહન 12 માર્ચ રવિવારે થશે ત્યારબાદ સોમવારનો રંગ રમવામાં આવશે. 
 
શાસ્ત્રો મુજબ હોલિકાદહન પ્રદોષકાળમાં કરવુ સર્વશ્રેષ્ઠ છે. સૂર્યોદયથી રાત્રે 8.23 વાગ્યા સુધી પૂર્ણિમા તિથિ રહેશે. સાંજે 5.40થી આગામી દિવસ સવારે 6.53 વાગ્યા સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે.  જો કે હોલિકાદહન જુદા જુદા મુહૂર્તમાં ક્યારેય કરી શકાય છે. પણ પ્રદોષ સર્વશ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે.  
 
હોલિકાદહન(હોળી પ્રગટાવવાનું) મુહુર્ત 
 
સાંજે 6.35થી 8.05 વાગ્યા સુધી શુભ રાત 
8.05થી 9.35 વાગ્યા સુધી અમૃત 
રાત્રે 9.35થી 11.06 વાગ્યા સુધી ચંચળ 
રાત્રે 2.06 થી 3.37 વાગ્યા સુધી લાભ