ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: ગુરુવાર, 5 માર્ચ 2015 (14:03 IST)

હોળીનો મજા નહી થાય ખરાબ જો ધ્યાન રાખશો આ વાતો

બજારમાં ઉપલબ્ધ રંગ અને ગુલાલ તમારા ચેહરાને કયાં જ બદરંગ ન કરો. એણે બનાવવામાં રાસાયનિક તત્વોનો પ્રયોગ કરાય છે. એના કારણે ત્વચા અને આંખોને ખૂબ જ નુકશાન થાય છે. 
 
વિશેષજ્ઞોનું માનવું છે કે આ રંગોના સંપર્કમાં આવતા જ ત્વચા પર કોઈ એલર્જી હોય તો તરત જ ડાક્ટરથી સલાહ લઈને ઈલાજ કરાવો. સાથે જ જેટલું હોય મિલાવટી રંગો અને પાણીથી દૂર રહેવું. 
 
ચર્મ રોગ વિશેષજ્ઞનો માનવું છે કે હોળીમાં પ્રયોગ થતાં રંગોમાં શીશા અને કપડાને રંગાતુ વાળા રંગ રાસાયનિક તત્વોની માત્રા વધારે હોય છે. આ રંગોથી હોળી રમાવાથી ત્વચા પર લાલ દાણા ખંજવાળ અને ક્યારે-ક્યારે હાથ પર ચાંદલા પડી જાય છે. 
 
હોળીમાં બદલતા મૌસમનો અસર વધારેપણું ડ્રાઈ સ્કીનવાળા લોકો પર પડે છે. આથી ડાકટર લોકોને હિના અને મેરી ગોલ્ડના ફૂળોના રંગોથી રમવાની સલાહ આપે છે . 
નેત્ર રોગ વિશેષજ્ઞ જણાવે છે કે આ રંગોના સંપર્કમાં આવતા જ આંખોની રોશની પર અસર પડે છે. જો હોળી રમતા સમયે આંખોમાં રંગ પડી જાય તો તેને તરત જ ઠંડા પાણીથી ધોઈ લો અને જેટલી જલ્દી હોય આંખ રોગ વિશેષજ્ઞથી સારવાર કરાવો. 
 
હોળી રમતા પહેલાં ત્વચા પર નારિયલનો તેલ કે ક્રીમ લગાવી લો. 
 
ગુલાલ અને ભૂરા (બ્લૂ) ગુલાલના પ્રયોગથી બચવું. 
 
આંખો કઈ પણ પડી જાય તો ઠંડા પાણીથી ધોઈ લો. 
 
ત્વચા પર લાલ દાણા આવી જાય તો ત્વચાને સાફ પાણીથી ધોઈ લો.