શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

પેટના દુ:ખાવાનો ઘરેલું ઉપચાર

P.R
અસંતુલિત આહારના કારણે ઘણી વખત બાળકો તેમજ મોટેરાઓને પેટમાં દુ:ખાવાની સમસ્યા સતાવે છે. આ દુ:ખાવામાંથી રાહત મેળવા માટેના અમુક ઘરેલું ઉપચારો પણ છે. જેનો અમલ કરવાથી પેટ દર્દની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે. આ ઉપચારો પેટનો દુ:ખાવો તો દૂર કરે જ છે પરંતુ સાથોસાથ પાંચન સંબંધિત ક્રિયાઓને પણ વ્યવસ્થિત રાખે છે. પેટના દુ:ખાવાનો ઘરેલું ઉપચાર આ મુજબ છે.

ઉપચાર: 10 ગ્રામ ગોળમાં અડધી ચમચી ખાવાનો ચૂનો ભેળવીને ગોળી બનાવી લો.. તેને એક ગ્લાસ ગરમ પાણી સાથે લેવાથી પેટના દુ:ખાવામાંથી રાહત મળશે. ખરેખર પેટનાં દર્દના કારણો જુદા-જુદા હોય છે. પરંતુ મુખ્યત્વે અપચો, વાયુ, પ્રકોપ અને કબજિયાત હોય છે. પેટના દુ:ખાવામાંથી રાહત લેવા માટે અન્ય એક ઉપચાર પણ છે.

ઉપચાર: 10 ગ્રામ કાચી હીંગ 10 ગ્રામ, 3 ગ્રામ શુદ્ધ હિંગુલ 10 ગ્રામ શંખ ભસ્મ અને 50 ગ્રામ ગોળ લો. હીગ, શંખ ભસ્મ અને હિંગુલને વાટીને તેનું બારીક ચૂર્ણ બનાવો. ગોળની ચાસણી બનાવી તેમાં ચૂર્ણ ભેળવ્યા બાદ તેની નાની-નાની ગોળીઓ બનાવો. ગોળીઓને ઠંડા છાયડે સૂકવો. દરરોજ 2-2 ગોળીઓનું પાણી સાથે સેવન કરવાથી પેટના દુ:ખાવામાંથી રાહત મળશે. આ ગોળીઓ માથના દુ:ખાવામાં પણ ફાયદાકારક રહે છે.

સારી પાચનશક્તિ જાળવી રાખવા માટે અહીં દર્શાવેલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.:

* ખોરાક સારી રીતે રાંધેલો હોવો જોઈએ અને તેને ગરમા ગરમ ખાવો જોઈએ.
* મશીન દ્વારા પોલીસ થયેલા સફેદ ચોખાનો ઉપયોગ ઓછો કરવો.
* તળેલી વસ્તુનો ઉપયોગ ઓછો કરવો.
* ભોજનમાં છાશ, દહીં વધારે પ્રમાણમાં લેવું જોઇએ.
* ઋતુ અનુસાર ફળો, શાકભાજીનો ઉપયોગ કરવો.
* ખોરાકને સારી રીતે ચાવીને ખાવો જોઈએ.
* બે વખતનાં ભોજન વચ્ચે ઓછામાં ઓછો 5-7 કલાકનો ગાળો રાખવો.
* ભોજન કર્યા બાદ પાણી કે છાસ સિવાય કોઈ અન્ય વસ્તુ ખાવાપીવાની ટેવ ન રાખવી.
* પેટ પણ એક યંત્ર છે. તેથી તેને પણ અઠવાડીયામાં એક વખત આરામ આપવો જરૂરી છે. માટે અઠવાડીયામાં એક વખત ઉપવાસ કરવો જોઇએ. તે વખતે ખાસ કરીને ફળ, ફળોનો રસ, નાળીયેર પાણી અથવા લીંબુ શરબત લઈ શકાય છે.