ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 મે 2015 (14:15 IST)

ઘરેલુ ઉપચાર - દાઝ્યાના નિશાન દૂર કરવાના નુસ્ખા

રોજમરોજના જીવનમાં નાની મોટા ઘા ના નિશાન કોઈને પણ લાગી શકે છે. અનેકવાર રસોડામાં કામ કરતી વખતે દઝાય જવાના કે છોલાય જવુ સામાન્ય વાત છે. જો આવામાં દઝાયાના નિશાન પડી જાય તો અનેકવાર તેને ગાયબ થવામાં સમય લાગે છે. જો આ નિશાન નાના-મોટા છે તો ઘરેલુ નુસ્ખાનો ઉપયોગ કરીને પણ તેનાથી છુટકરો મેળવી શકાય છે. આવામાં અનેક જડી બુટીયો છે જે દઝાયા કે છોલાય જવાના નિશાનને ઠીક કરવામાં મદદ કરે છે. આજે અમે આવી જ વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જે બળવાના નિશાનને ખાસ્સા એવા મટાડી શકે છે. આવો જાણીએ તેના વિશે. 
 
1. ટામેટા અને લીંબૂ  - ટામેટા અને લીંબૂમાં વિટામીન સી રહેલુ છે. આ બંને પ્રાકૃતિક રૂપે જ એસિડિક હોય છે. વિટામિન સી દાગ ધબ્બાને હલ્કા કરવામાં સહાયક હોય છે. એક વાડકીમાં ટામેટા અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરી નિશાનવાળા સ્થાન પર 15 મિનિટ સુધી લગાવીને મુકો. થોડી વાર પછી ધોઈ લો. આવુ સતત 15 દિવસ સુધી કરો. નિશાન હળવા થવા લાગશે. 
 
2. ગાજરનો રસ - ગાજરમાં વિટામિન એ અને અન્ય તત્વ પણ જોવા મળે છે. દાગવાળા સ્થાન પર રોજ લગાવવાથી દાગ ફીકા પડે છે. 
 
3. એલોવેરા જેલ - એલોવેરા જેલ દઝાયાના નિશાનોને આછા કરવામાં ખૂબ મદદરૂપ છે. આ મૃત ત્વચાને હટાવે છે અને નવી ત્વચાને બહાર કાઢે છે. તેમા એંટીસેપ્ટીક ગુણ હોય છે જે ઈંફેક્શનને દૂર કરે છે. જ્યા પણ બળ્યાના નિશાન હોય ત્યા રોજ એલોવેરા જેલ લગાવી થોડીવાર મસાજ કરો.  15 મિનિટ પછી ધોઈ લો. 
 
4. મેથી દાણા - મેથી દાણા રાત્રે પાણીમાં પલાળી દો. સવારે વાટીને તેની પેસ્ટ બનાવી લો. તેને બળ્યાના નિશાન પર લગાવો. 1 કલાક સુધી મુક્યા પછી તેને ધોઈ લો.  આ ઉપચારને નિયમિત રૂપે કરો. દઝાવાના ડાધ જલ્દી ખતમ થઈ જશે. 
 
5. હળદર - હળદર મધ અને ગુલાબજળને મિક્સ કરી પેસ્ટ બનાવી લો. પછી તેને નિશાનવાળા સ્થાન પર 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યારબાદ તેને હળવા હાથે રગડીને છોડાવી લો. 
 
6. બદામ તેલ - બદામ તેલ સ્કિન માટે ખૂબ સારી હોય છે અને ડેડ સ્કિનને હટાવે છે. દઝાવાના નિશાનવાળા સ્થાન પર શુદ્ધ બદામનું તેલ લગાવો અને હળવા હાથે મસાજ કરો. થોડી દિવસોમાં નિશાન ગાયબ થવા માંડશે. 
 
7.  દહી - થોડાક દહી અને હળદર સાથે 1 ચમચી જવ પાવડર મિક્સ કરી લો. તેમા થોડો લીંબૂનો રસ પણ નાખી દો.  પછી આ ઘટ્ટ પેસ્ટને નિશાનવાળા સ્થાન પર લગાવો.  15 દિવસ સુધી આવુ કરો અને લાભ જુઓ. 
 
8. મઘ - બળેલા ભાગ પર મઘ લગાવો. આ ખૂબ જ ઝડપથી કામ કરે છે. કારણ કે મઘ એંટીસેપ્ટીક ગુણોથી ભરપૂર હોય છે. તેને રોજ લગાવવાથી દાગ જલ્દી ગાયબ થવા માંડશે. 
 
9. ડુંગળીનો રસ - ડુંગળીનો રસ લગાવવાથી પણ દાગ ખતમ થઈ જાય છે. 
 
10. ખીરાનો રસ - ખીરાના રસમાં થોડો લીંબૂનો રસ મિક્સ કરી લગાવો.  આ ઉપાય સતત કરવાથી દાગ ગાયબ થાય છે.