શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 30 માર્ચ 2017 (23:25 IST)

આ આયુર્વૈદિક ચા સૌથી જલ્દી જાડાપણું ઘટાડશે

જો તમે વ્યાયામ યોગાસન વગેરે કર્યા કે વધુ મુશ્કેલ ડાયેટિંગ કર્યા વગર જાડાપણું ઘટાડવા માંગે છે કે પોતાના શરીરને સારા આકાર (shape)માં મુકવા માંગે છે તો તમારે માટે અહી સરળ સીધો અને કારગર આયુર્વેદિક ઉપાય, જેને તમે ઘરેલુ નુસ્ખા પણ કહી શકો છો. 
 
વજન કમ કરવામાં આયુર્વેદના ઉપાય ખૂબ સહાયક અને અસરદાર છે. આયુર્વેદિક વિશેષજ્ઞોની સલાહ છે કે જો આપણે રોજ કંઈક ખાસ પ્રકારના મસાલાનો પ્રયોગ નિયમિત સમય પર કરીએ તો આપણુ વજન ઘણુ ઓછુ થઈ શકે છે. આ મસાલામાં જીરુ, લીલા ધાણા, કાળા મરી, વરિયાળી અને તજ વગેરેનો સમાવેશ છે. આ મસાલા પાચન ક્રિયાને દુર કરવા ઉપરાંત શરીરમાંથી દૂષિત પદાર્થ પણ બહાર કાઢવામાં સહાયક હોય છે.  તેનાથી બનેલી ચા નિયમિત રૂપે પીવાથી તમારી ત્વચા પણ સાફ અને સ્વસ્થ થઈ જશે. 
 
આવો જાણો આ મસાલાની ચા કેવી રીતે બનાવશો, જે તમારું જાડાપણું (ફેટ) ઓછુ કરશે.  
 
સામગ્રી - 1 ચમચી જીરુ, 1 ચમચી આખા ધાણા,  1 ચમચી વરિયાળી, 2 ઝીણી સ્લાઈસ આદુ, 1 ચમચી કાળા મરીના દાણા, 5-7 લવિંગ, 2 ઈંચ તજનો ટુકડો ને 1 લીટર પાણી. 
 
વિધિ - સૌથી પહેલા પાણીને બધી સામગ્રીઓની સાથે ઉકાળી લો. જ્યારે પાણી સારી રીતે ઉકળીને અડધુ રહી જાય ત્યારે તેને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને મુકી દો. ત્યારબાદ તેને ગાળશો તો 4 થી 6 કપ ચા બનશે. જેને જરૂર મુજબ 4 થી 6 લોકો પણ પી શકે છે કે પછી તમે દિવસમાં 3 વાર બે દિવસ સુધી પણ પીવી શકો છો.