મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 4 જાન્યુઆરી 2017 (14:19 IST)

મુટ્ઠીભર ચણા ખાવાના ફાયદા જાણો છો તમે

ચણા ના ઔષધીય ગુણ

* મધુમેહમાં ચણા -  25 ગ્રામ કાળા ચણાને રાતે પલાળી સવારે શૌચ પછી સેવન કરવાથી મધુમેહની  દૂર થાય છે. જો સમાન માત્રામાં જવ અને ચણાની રોટલી બન્ને સમય ખવાય તો લાભ ઝડપથી થશે. 

* પિત્તમાં ચણા  - કાળી મરીને બેસનના લાડૂમાં મિક્સ કરી ખાવાથી લાભ થાય છે. 
 
* કમળો - ચણાની દાળ લગભગ 100 ગ્રામને એક ગ્લાસ પાણીમાં પલાળી પછી દાળ પાણીમાંથી કાઢી 100 ગ્રામ ગોળ સાથે 4-5 દિવસ સુધી  ખાવ.  
 
* વીંછીનો ડંખ ઉતારવા ચણા  - ચણાના  ક્ષારનો લેપ ડંખના સ્થાને લગાવવાથી વીંછીનું  ઝેર શાંત થાય છે. 
 
*ચામડીના રોગમાં ચણા -  ચણાના લોટની રોટલી મીઠુ નાખ્યા વગર  40-60 દિવસ ખાવાથી ચામડીના રોગ જેવા કે દાદ,ખંજવાળ વગેરે થતા નથી અને થયા હોય તો મટી જાય છે. 
 
*સફેદ ડાઘમાં ચણા - દેશી કાળા ચણા 25-30 ગ્રામ   લઈને તેમાં ત્રિફલા ચૂર્ણ મિક્સ કરી લો અને પાણીમાં પલાડળી બાર કલાક સુધી રાખો પછી 12 કલાક તેને કપડામાં બાંધી રાખો ,જેથી તે અંકુરિત થઈ જશે.  સવારે એ નાસ્તામા આ ચણા ચાવીને ખાવ ડાઘ સમાપ્ત થશે. 
 
*માથાનો દુખાવો- 25 ગ્રામ વાટેલા સરસિયામાં 150 ગ્રામ ચણાનો લોટ અને ચણાનો ક્ષાર મિક્સ કરી લેપ કરવાથી વાતજ્ન્ય માથાનો દુખાવો દૂર થાય છે. દુખાવા સારો થતાં જ લેપ હટાવીએ ધોઈ લેવો જોઈએ. 
 
ચણામાં રહેલા તત્વ લોહી સ્વચ્છ કરે છે અને શરીર મજબૂત બનાવે છે.