બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 8 જુલાઈ 2016 (14:32 IST)

કિડની સાફ કરવી છે તો ઘરે જ બનાવીને પીવો આ પીણું..

તમારી કિડની એક મહત્વપૂર્ણ અંગ છે જે શરીરમાં અનેક જરૂરી કાર્ય કરે છે. પણ ટૉક્સિનના જમા થઈ જવાથી કિડની યોગ્ય રૂપે કામ કરી શકતી નથી. તેથી આ વધુ જરૂરી થઈ જાય છે કે કિડનીમાંથી અશુદ્ધિ અને ટૉક્સિનને કાઢીને તેને ડિટૉક્સીફાઈ કરવામાં આવે જે થોડા સમયથી જમા થઈ રહ્યા હોય છે. 
 
જો તમારી કિડની ટૉક્સિનથી ભરેલી રહે છે તો કિડનીમાં ઈંફેક્શન થઈ જાય છે. કિડનીની બીમારીના કેટલાક લક્ષણ છે  ઉલટી જેવુ થવુ, ભૂખ ન લાગવી વગેરે. જો તમે આમાંથી કોઈ પણ લક્ષણથી પરેશાન છો તો ડોક્ટરને જરૂર મળો. જો તમારી કિડનીમાં ઈંફેશન છે તો તે તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય પર અસર નાખી શકે છે.  કેટલાક ગંભીર અને દુર્ભાગ્યપૂર્ણ કેસમાં તો દર્દીનો જીવ પણ જતો રહે છે.  તેથી કિડનીમાંથી અશુદ્ધિ કાઢવા માટે તેને ડિટૉક્સીફાઈ કરવાની જરૂર હોય છે જેથી આ યોગ્ય રૂપે કોઈપણ પ્રકારના અવરોધ વગર કામ કરી શકે.  તેથી આજે અમે તમને એક અસરદાર ઘરે બનનારા ડ્રિંક વિશે બતાવીશુ જે તમારી કિડનીને પ્રાકૃતિક રૂપે સાફ કરી નાખશે. આ ડ્રિંકને બનવામાં લાગનારો સામાન કિડનીને સાફ કરવા માટે જ બન્યો છે. રેસિપી જાણવા માટે આગળ વાચો... 
 
જરૂરી સામગ્રી - તાજો આદુ,2-3 પાકા સફરજન,  2-3 નાની ચમચી લીંબૂનો રસ, 1 ગ્લાસ સ્વચ્છ પાણી. 
 
બનાવવાની રીત - આ બધી સામગ્રીને જ્યુસમાં નાખીને ફેંટી લો. મિક્સરને સ્ટ્રેન કરી બાકી કાઢી લો. હવે તેને મિક્સરમાં ચલાવો. આ ડ્રિંકને સવારે ખાલી પેટ પીવુ લાભદાયક હોય છે.