શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: મંગળવાર, 19 મે 2015 (12:52 IST)

મોઢામાંથી દુર્ગંધ દૂર કરવાના ઘરેલુ ઉપાયો

એવુ મોટાભાગે તમારી સાથે થયુ હશે કે ભરપૂર પાણી ન પીવાથી તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે. કેટલાક લોકોના મોઢામાંથી દુર્ગંધ આવવી પ્રાકૃતિક પણ રહે છે. તમારા મોઢામાંથી દુર્ગંધ આવતા તમારી સાથે વાત કરનારા તમને હીન દ્રષ્ટિએ જુએ છે અને તમારાથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. તમે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય તો અહી આપેલ ટિપ્સ અજમાવવાથી તમને તમારા મોઢામાંથી આવતી દુર્ગંધથી છુટકારો અપાવશે. 
 
- લીમડા કે બબૂલના નરમ ડાળને બ્રશ બનાવીને દાંત સાફ કરવાથી દુર્ગંધ દૂર થાય છે.  5 ગ્રામ વરિયાળી કે ધાણા કે ઈલાયચી ચાવવાથી મુખ શુદ્ધિ થાય છે. 
 
- ઈલાયચી અને ફુદીના નાખીને પાન ચાવવુ લાભકારી છે. 
 
- ઈલાયચી ચાવવાથી પણ દુર્ગધ દૂર થાય છે 
 
- એક કપ પાણીમાં જીરાના તેલની 2-3 ટાપા નાખીને તેના કોગળા કરવાથી લાભ થાય છે. 
 
- ઈલાયચી,  તજ અને સુકા ફુદીનાના પાન નાખીને બનાવેલ મિશ્રણથી કોગળા કરવાથી દુર્ગંધ મટી જાય છે. 
 
- સૌથી મહત્વપુર્ણ સૂતા પહેલા મંજન કરો. પુષ્કળ પાણી પીવો. બંને સમય પેટ સાફ કરો. જલ્દી હજમ થનારુ ભોજન કરો અને કોઈની સાથે પણ વાત કરો તો બે ફૂટ દૂરથી વાત કરો.