શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 26 મે 2016 (14:32 IST)

સફેદ દાગ મટી શકે છે અપનાવી જુઓ આ 7 ઘરેલુ ટિપ્સ

શરીરના કોઈપણ અંગમાં ત્વચા પર સફેદ ધબ્બા થવા, જેને સામાન્ય બોલચાલમાં સફેદ દાગ કહેવામાં આવે છે. જટિલ સમસ્યા તરીકે ઓળખાતા આ સફેદ ડાઘ સહેલાઈથી જતા નથી.  ડોક્ટર્સ આ માટે જુદા જુદા કારણોને જવાબદાર બતાવે છે. જેમા મેલેનિન બનાવનારી કોશિકાઓ પર પ્રતિરોધકતાનો પ્રભાવ, અનુવાંશિકતા, પરાબેંગની કિરણોનો પ્રભાવ, અત્યાધિક તનાવ, વિટામીન બી 12 ની કમી, ત્વચા પર કોઈ પ્રકારનુ સંક્રમણ થવુ વગેરે. કેટલાક ઘરેલુ પ્રયોગ ત્વચાની આ અસમાનતાને મટાડવામાં તમારી મદદ કરી શકે છે. 
 
1. તાંબુ - તાંબુ તત્વ, ત્વચામાં મેલેનિનના નિર્માણ માટે ખૂબ જરૂરી છે. આ માટે તાંબાના વાસણમાં આખી રાત પાણી ભરી રાખો અને સવારે ખાલી પેટ પીવો. વરસો જૂની આ રીતે મેલેનિન નિર્માણમાં સહાયક છે. 


2. નારિયળ તેલ - આ ત્વચાને ફરી વર્ણકતા પ્રદાન કરવામાં સહાયક છે. સાથે જ ત્વચા માટે શ્રેષ્ઠ. તેમા જીવાણુરોધી અને સંક્રમણ વિરોધી ગુણ પણ જોવા મળે છે. પ્રભાવિત ત્વચા પર દિવસમાં 2થી 3 વાર નારિયળ તેલથી મસાજ કરવાથી ફાયદો  થાય છે.  
 
3. હળદર - સરસિયાના તેલ સાથે હળદર પાવડરનો લેપ બનાવીને લગાવવો પણ લાભકારી છે. આ માટે 1 કપ કે લગભગ 250 મિલીલીટર સરસિયાના તેલમાં 5 મોટી ચમચી હળદર પાવડર નાખીને મિક્સ કરો અને આ લેપને દિવસમાં બે વાર પ્રભાવિત ત્વચા પર લગાવો. 1 વર્ષ સુધી આ પ્રયોગને સતત કરો. આ ઉપરાંત તમે હળદર પાવડર અને લીમડાના પાનનો લેપ પણ કરી શકો છો. 

4. લીમડો - લીમડો એક સારો રક્તશોધક અને સંક્રમણ વિરોધી તત્વોથી ભરપૂર ઔષધિ છે. લીમડાના પાનને છાશ સાથે વાટીને તેનો લેપ બનાવીને ત્વચા પર લગાવો. જ્યારે આ સંપૂર્ણ રીતે સૂકાય જાય તો તેને ધોઈ લો. આ ઉપરાંત લીમડાના તેલનો પ્રયોગ પણ કરી શકો છો અને લીમડાના જ્યુસનું સેવન પણ કરી શકો છો. 
 
5. લાલ માટી - લાલ માટીમાં પુષ્કળ પ્રમાણમાં તાંબુ જોવા મળે છે. જે મેલેનિનના નિર્માણ અને ત્વચાના રંગનુ પુન: નિર્માણ કરવામાં મદદરૂપ છે. તેને આદુના રસ સાથે મિક્સ કરીને પણ પ્રભાવિત સ્થાન પર લગાવવુ લાભકારી રહેશે. 

6. આદુ - રક્તસંચારને સારુ બનાવવા અને મેલેનિનના નિર્માણમાં આદુ ખૂબ લાભકારી છે. તેના રસને પાણીમાં મિક્સ કરીને પીવો અને પ્રભાવિત ત્વચા પર પણ લગાવો. 

 
7. સફરજનનો સિરકા - સફરજનના સિરકાને પાણી સાથે મિક્સ કરીને પ્રભાવિત ત્વચા પર લગાવો. 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી સફરજનનો સિરકો મિક્સ કરીને પીવો પણ લાભકારી રહેશે.