શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 માર્ચ 2015 (16:25 IST)

ઘરનો વૈદ્ય કેળા કરશે તમારા અનેક રોગોનો ઈલાજ

સહેલાઈથી મળી રહેતા સસ્તા અને સ્વાસ્થ્યના લાભોથી ભરપૂર કેળા ફળ પરિવારનો નાયક છે. અહી રજુ કરીએ છીએ આ શાનદાર ફળમાંથી પ્રાપ્ત થનારા લાભો વિશે માહિતી - 
 
- એસિડિટીને નિયંત્રિત કરો -  જ્યારે પણ તમને એસીડીટી થાય તો કેળાનુ સેવન કરો.  આ ઝડપથી કાર્ય કરે છે. કારણ કે આ એક ઠંડુ ફળ છે અને આ આંતરડાઓની લાઈનિંગ પર એક પરત બનાવી દે છે. જેથી એસિડ હુમલો ન કરી શકે. 
 
- અલ્સરનો ઉપચાર - તનાવ અને ખાવાની ખરાબ આદતોને કારણે થનારા ચાંદામાં કેળાનો ઠંડો પ્રભાવ ખૂબ રાહત અપાવે છે. 
 
- એથલીટ્સ માટે શાનદાર - કેળા પાચન યોગ રૂપમાં કાર્બોહાઈડ્રેટ્સ ઉપલબ્ધ કરાવે છે જે બ્લડ શુગર નથી બનવા દેતા.  આનથી આ એથલીટ્સ માટે કસરત પહેલા શ્રેષ્ઠ ખાદ્ય વિકલ્પ છે. કેળામાં મેગ્રીશિયમ, કેલ્શિયમ અને પોટાશિયમ રહેલા છે જે એક્ટિવ લોકો માટે જરૂરી ખનીજ છે.  
 
- હ્રદયની રક્ષા કરે - કેળામાં રહેલા પોટેશિયમ હ્રદય અને રક્ત વાહિનીયો માટે ખૂબ ફ્રેંડલી ખનિજ છે. કારણ કે આ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સહાયક હોય છે. કેળા ઘૂલનશીલ ફાઈબરનુ પણ સારુ સ્ત્રોત છે. જે શરીરમાંથી વધુ કોલેસ્ટ્રોલ અને એસિડિક તત્વોને બહાર કાઢવામાં સહાયક હોય છે.   આનાથી રક્ત સ્વસ્થ બને છે અને હ્રદયમાં પ્લાકનુ નિર્માણ રોકવામાં મદદ મળે છે. 
 
-નાડિયો માટે લાભદાયક - કેળા વિટામીન બે સમુહનો સારો સ્ત્રોત છે. જે નાડિયોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ઉંઘની સમસ્યાઓ અને વાત અસંતુલનથી પીડિત લોકો માટે આ ખૂબ લાભદાયક છે. 
 
-બવાસીરમાં લાભદાયક - કેળાના તત્વ (અને એલોવેરા જ્યુસના)એક મુલાયમ કરનારી દવા(લેગ્જેટિવ)ની જેમ કામ કરે છે અને થોડા સમયમાં બવાસીર પૈદા થવાનુ સંકટ ઓછુ કરે છે. 
 
- એક સારો નાસ્તો - બાળકો અને અન્ય વયસ્કોને સવારના સમયે બનાના શેક, બનાના સ્મુધી. બનાના વિથ સીરિયલ્સનુ સેવન કરવુ જોઈએ કારણ કે આ સવાર માટે જરૂરી તત્વ પુરા પાડે છે. જેમા કોમ્પલેક્સ કાર્બોહાઈડ્રેટ્રેસ, નેચરલ પ્રોટીન્સ, ફેટ્સ અને જરૂરી વિટામિન્સ સમાવેશ છે.  
 
- દેખાશો ગોર્જિયસ - મોટાભાગના સ્કિન પૈક્સ અને હેયર પેક્સમાં કેળા હોય છે. કારણ કે આ એક સારુ મોયશ્ચરાઈજર છે અને અન્ય સામગ્રી માટે એક તાકતવર બેસ છે. વાળમાં પોષણ અને સંવેદનશીલ ત્વચા માટે પણ આ ખૂબ શાનદાર છે.