Video - અસ્થમાથી લઈને દિલની બીમારીઓ સુધી દરેકમાં લાભકારી છે કેસરનુ સેવન

બુધવાર, 7 માર્ચ 2018 (11:37 IST)

Widgets Magazine


ભારતીય રસોઈમાં કેસરનો ઉપયોગ અનેક પકવાનોમાં સુગંઘ વધારવા માટે કરવામાં આવે છે. આ ઉપરાંત ઔષધીય ગુણોથી ભરપૂર કેસરનુ સેવન સુંદરતાની સાથે સાથે અનેક હેલ્થ પ્રોબ્લેમ પણ દૂર કરે છે.  વિટામિન એ ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, મૈગનીઝ, સેલેનિયમ, જિંક અને મેગ્નેશિયમના ગુણોથી ભરપૂર કેસર શરીરને અનેક બીમારીઓથી બચાવે છે. કેસરનુ સેવન ડાયાબિટીઝથી લઈને અસ્થમા સુધીની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ હોય છે. આજે અમે તમને કેસરના કેટલાક આવા જ ફાયદા વિશે બતાવીશુ. જેના 
વિશે કદાચ જ તમે જાણતા હોય. તો ચાલો જાણીએ સ્વાસ્થ્યના ગુણોથી ભરપૂર કેસરના ચમત્કારી ગુણ... 
 
1. દિલ માટે લાભકારી - કેસરનુ સેવન રક્ત પ્રવાહને ઠીક રાખે છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. તેનાથી તમે દિલની બીમારીઓથી બચ્યા રહો છો. 
 
2. ડિપ્રેશન - તેમા રહેલ ન્યૂરોટ્રાંસમીટર ડોપામાઈન, સેરોટોનિન અને નૉરપેનેફ્રિન મગજ કોસ્ટેમ્ટિક પદાર્થ અને તમારા મૂડને પ્રભાવિત કરે છે.  તેનાથી તમારી ડિપ્રેશનની પરેશાની દૂર થાય છે. 
 
3. માસિક ધર્મ - કેસરમાં રહેલા ગુણ માસિક ધર્મના સમયે થનારી સમસ્યાઓને દૂર કરે છે. પીરિયડ્સના સમયે કેસરનુ દૂધ કે ચા પીવાથી દુખાવો, ચિડચિડાપણું સોજો અને અકડન જેવી સમસ્યા થતી નથી. 
 
4. પેટની સમસ્યા - પેટનો દુખાવો, ગેસ, એસિડીટી કે અલ્સરની સમસ્યાને દૂર કરવા માટે પણ તમે કેસરનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 કપ પાણીમાં કેસરને સારી રીતે ઉકાળી લો. ત્યારબાદ તેમા મધ નાખીને રોજ પીવો. 
 
5. અસ્થમાથી બચાવ - બદલતી ઋતુમાં અસ્થમાની બીમારીથી પીડિત લોકોને સૌથી વધુ પરેશાનીનો સામનો કરવો પડે છે. આવામાં કેસરવાળુ દૂધ પીવાથી અસ્થમાની સમસ્યા ધીરે ધીરે ઓછી થવા માંડે છે. 
 
6. આંખોની રોશની વધે - આજકાલ વૃદ્ધોથી લઈને બાળકો સુધી દરેકને ઓછુ દેખાવવાની સમસ્યા ઉભી થઈ રહી છે.  તેથી રોજ કેસરનુ સેવન કરવાથી આંખોની રોશની વધે છે ઉપરાંત ચશ્માનો નંબર પણ ઉતરી જાય છે. 
 
7. તેજ મગજ - એક શોધ મુજબ રોજ કેસરવાળુ દૂધ કે ચા પીવાથી યાદશક્તિ વધે છે. આ ઉપરાંત અલ્જાઈમરની બીમારીમાં પણ આનુ સેવન કરવુ ખૂબ જ લાભકારી હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

જાણો યોનિ વિશે આ 10 વાતો...

આમ તો તમને યોની (વેજાઈના) વિશે અનેક વાતો સાંભળી હશે. પણ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટની કેટલી ...

news

હાડકાં જોડવાના ઘરેલૂ 4 ઉપાય

1. દેશી ઘી 2 ચમચી દેશી ઘી, 1 ચમચી ગોળ અને 1 ચમચી હળદરને મિક્સ કરી 1 કપ પાણીમાં ઉકાળી ...

news

Walk કરવાથી આયુષ્યમાં વધારો થાય છે

સિનિયર સિટીઝન રોજ તેમના પાલતૂ કૂતરાને લઈ Walk કરવા જાય કે પછી રોજ સવારે - સાંજે લાઈટ ...

news

Ayurveda Tips - શુગરને કંટ્રોલમાં રાખે છે લીમડો... જાણો બીજા અનેક ફાયદા

લીમડાના પાનના ફાયદા બધા જણાવે છે પણ તેનો ઉપયોગ કંઈ વસ્તુઓમાં કરી શકાય છે. વાળમાં ખોડો ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine