ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 28 ડિસેમ્બર 2016 (11:40 IST)

આરોગ્ય સંબંધી 10 મોટી સમસ્યાઓનો રામબાણ ઈલાજ છે જામફળ...

જામફળની ઋતુ આવી ગઈ છે.  દરેક દુકાન અને લારી પર તમને આજકાલ જામફળ જોવા મળી રહ્યા હશે.  તેથી તેને ખાવાનુ ટાળશો નહી. કારણ કે તેના અનેક ફાયદા છે.  જામફળમાં સંતરાથી ચાર ગણુ વધુ વિટામીન સી હોય છે. તેથી આ ઈમ્યુનિટી વધારવા અને શરદીઓમાં બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે. 
 
- જામફળ ડાયાબીટીસની અસરને પણ ઓછી કરે છે. એક જૂની શોધમાં લખ્યુ હતુ કે 1 ગ્રામ/કિલોગ્રામ જામફળ ડાયાબીટીસના દર્દીઓનુ શુગર લેવલ ઓછુ કરે છે. 
 
- જામફળમાં વિટામીન સી ઉપરાંત એ પણ હોય છે. વિટામિન એ, સી, લાઈકોપીન અને કૈરોટીન ત્વચા પર કરચલીઓ નથી પડવા દેતુ અને તમે સુંદર દેખાવ છો. 

- અપચાની સમસ્યાને દૂર કરવામાં જામફળ ખૂબ કારગર છે. એક જામફળથી તમે આખો દિવસનુ 12 ટકા ફાઈબર ખાઈ શકો છો જે પાચન માટે જરૂરી છે. 
 
- તેમા લાઈકોપીન, કવરસિટિન નામના તત્વ પણ હોય છે જે કેંસર સામે લડવામાં શરીરને મજબૂત બનાવે છે. સ્તન, ફેફડા, ત્વચા અને પ્રોસ્ટેટ કૈસરથી બચાવે છે. 
 
-જામફળ આંખોને પણ સ્વચ્છ રાખે છે. જો કે તેમા ગાજર જેટલુ વિટામિન એ નથી હોતુ. છતા પણ આંખો માટે સારુ રહે છે. સાથે જ આ મગજ માટે સારુ છે. કારણ કે તેને ખાવાથી લોહીનુ વહેણ સુધરે છે અને લોહી વધુ સારી રીતે મગજ સુધી પહોંચે છે. 

- જામફળમાં રહેલા મૈગ્નેશિયમ તણાવને દૂર કરે છે. આજની તણાવ ભરી જીંદગીમાં જામફળ ખાવાથી જો મન અને મગજ શાંત થાય છે તો ખોટુ શુ છે.  
 
- જામફળમાં વિટામીન બી-9 હોય છે જે ગર્ભવતી  મહિલાઓ માટે જરૂરી હોય છે. ગર્ભમાં ઉછરી રહેલ બાળકની હેલ્થ  પણ બને છે. 
 
- જો જામફળને નિયમિત રૂપે ખાવામાં આવે તો એ હાઈ બીપીને પણ સુધારે છે અને શરીરમાં સોડિયમ, પોટેશિયમની માત્રા યોગ્ય કરે છે. હાઈ બીપીના દર્દીઓ માટે લાભકારી છે કારણ કે આ કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણમાં રાખે છે. 
 
- જામફળના પાનને ખાવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. તેમા એંટી બૈક્ટેરિયલ તત્વ હોય છે જે કિટાણુઓ સામે  લડે છે અને દાંતોને સ્વસ્થ બનાવે છે.