- કંઈક દઝાય જાય તો તરત જ આગથી દાઝ્યા પર કાંદાને છુંદીને લગાડવાથી રાહત થાય છે. - ચહેરાને ચમકાવવા માટે હળદર, ચંદન, મુલ્તાની માટીમાં ગુલાબજળ નાખીને તેનું પેસ્ટ બનાવો, ચહેરા પર લગાવો, 15 મિનિટ રહેવા દો. તમારી ત્વચા ચમકી જશે. - પેટમાં અરુચિ જેવુ લાગતુહોય તો ધાણા, મરી અને ઈલાયચી, ખાંડનો પાવડર બનાવી તેને ઘી સાથે ચટાડો, ફાયદો થશે. - ટામેટાના રસમાં ભાત મિક્સ કરી તેનુ પેસ્ટ ચહેરા પર ઘસવાથી બ્લેકહેડ્સ દૂર થાય છે. - ગળામાં કફ કે કાંકડા થયા હોય તો હુંફાળા પાણીમાં મીઠુ નાખીને દિવસમાં ત્રણ ચાર વાર કોગળા કરવાથી ફાયદો થશે. - ખાંસી થતી હોય તો બે-ત્રણ દિવસ પીવાય તેટલુ ગરમ કરીને પાણી પીવુ ફાયદો થશે. - શરદી કે નાક ટપકતું હોય તો ગળા પર અને નાક પર વિક્સ લગાવીને ગરમ પાણીની વરાળ લો અને ચાદર ઓઢીને 15 મિનિટ માટે સૂઈ જાવ. શરદી ગાયબ થશે.