બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 27 જાન્યુઆરી 2016 (15:19 IST)

ઘરેલુ ઉપચાર - દરેક રોગ માટે ઉપયોગી આટલા અસરદાર ઘરેલુ ઉપચાર યાદ રાખો

1. ડુંગળીના રસને કુણું ગરમ કરીને કાનમાં નાખવાથી કાનનો દુખાવો ઠીક થઈ જાય છે. 
 
2. રોજ 1 અખરોટ અને 10 કિશમિશ બાળકોને ખવડાવવાથી પથારીમાં પેશાબ કરવાની સમસ્યા દૂર થાય છે. 
 
3. ટામેટાનુ સેવન કરવાથી ચિઢચિઢાપણુ અને માનસિક કમજોરી દૂર થાય છે. આ માનસિક થાકને દૂર કરી મસ્તિષ્કને તંદુરસ્ત રાખે છે.  તેનુ સેવન કરવાથી દાંત અને હાડકાની કમજોરી પણ દૂર થાય છે. 
 
4. તુલસીના પાનનો રસ, આદુનો રસ અને મઘ બરાબર માત્રામાં મિક્સ કરીને 1-1 ચમચી દિવસમાં 3થી 4 વાર સેવન કરવાથી શરદી, તાવ અને ખાંસી દૂર થાય છે. 
 
5. ચા ને બદલે તમાલપત્રના પાનની ચા પીવાથી શરદી,  તાવ, છીંક આવવી, નાક વહેવુ, બળતરા માથાનો દુખાવા વગેરેમાં તત્કાલ આરામ મળે છે. 
 

6. રોજ સવારે ખાલી પેટ હળવુ ગરમ પાણી પીવાથી ચેહરા પર રોનક આવે છે. વજન ઘટે છે, રક્ત પ્રવાહ સંતુલિત રહે છે અને કિડની સ્વસ્થ રહે છે. 
7. પાંચ ગ્રામ તજ, બે લવિંગ અને એક ચોથાઈ ચમચી સૂંઠને વાટીને 1 લીટર પાણીમાં ઉકાળો જ્યારે તે 250 ગ્રામ રહી જાય ત્યારે તેને ગાળીને દિવસમાં 3 વાર પીવાથી વાયરલ તાવમાં આરામ મળે છે. 
8. પાનના લીલા પત્તાના અડધી ચમચી રસમાં 2 ચમચી પાણી મિક્સ કરીને રોજ નાસ્તા પછી પીવાથી ઘા અને અલ્સરમાં આરામ મળે છે. 
9. મગના છાલટાવાળી દાળને બનાવીને જો શુદ્ધ દેશી ઘી માં હિંગ જીરાનો વઘાર લગાવીને ખાવામાં આવે તો આ વાત, પિત્ત, કફ ત્રણેય દોષોને શાંત કરે છે.  
10. ભોજનમાં રોજ 20થી 30 ટકા તાજી શાકભાજીનો પ્રયોગ કરવાથી જીર્ણ રોગ ઠીક થાય છે. વય વધે છે શરીર સ્વસ્થ રહે છે. 
 

11. ભિંડાનુ શાક ખાવાથી પેશાબની બળતરા દૂર થાય છે. અને પેશાબ સાફ અને ખુલીને આવે છે. 
12. બે-ત્રણ ચમચી મીઠાને કઢાઈમાં સેકીને આ મીઠાને જાડા કપડામાં બાંધીને સેકવાથી કમરનો દુખાવો દૂર થાય છે. 
13. લીલા મરચામાં એંટી ઓક્સિડેંટ રહેલુ છે જે શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને કેંસર સામે લડવામાં મદદ કરે છે. તેમા વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે. જે પ્રાકૃતિક રક્ષામાં સુધાર કરે છે. 
14. મખાણાને દેશી ઘીમાં સેકીને ખાવાથી ઝાડામાં આરામ થાય છે. તેનુ નિયમિત સેવન કરવાથી બીપી, કમરનો દુખાવો અને ઘૂંટણના દુ:ખાવામાં લાભ મળે છે. 
15. વધુ ગળુ ખરાબ થયુ હોય તો 5 જામફળના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને થોડી વાર ઠંડુ કરીને દિવસમાં 4થી 5 વાર કોગળા કરવાથી તરત જ લાભ થાય છે. 
16. અડધો કિલો અજમાને 4 લીટર પાણીમાં ઉકાળો. 2 લીટર પાણી બચતા ગાળીને મુકો. આને રોજ ભોજન પહેલા 1 કપ પીવાથી લીવર ઠીક રહે છે અને દારૂ પીવાની ઈચ્છા થતી નથી. 
17. લીમડાના પાનને છાયડાંમા સુકાવીને વાટી લો. આ ચૂરણમાં બરાબર માત્રામાં કાથાનુ ચૂરણ મિક્સ કરી લો. આ ચૂરણને મોઢામાં ચાંદા પડ્યા હોય ત્યા લગાવીને લાળ ટપકાવવાથી ચાંદા ઠીક થાય છે. 
18. રોજ સફરજન ખાવાથી હ્રદય, મગજ અને અમાશયને સમાન રૂપે શક્તિ મળે છે અને શરીરની કમજોરી દૂર થાય છે. 
19. 20થી 25 કિશમિશ ચીની માટીના વાસણમાં રાત્રે પલાળી મુકો. સવારે તેને ખૂબ ચાવી ચાવીને ખાવાથી લો બ્લડ પ્રેશરના દર્દીઓને લાભ થાય છે અને શરીર પુષ્ટ થાય છે. 
20. જામફળમાં ખૂબ પોષક તત્વો રહેલા છે. તેનુ નિયમિત સેવન કરવાથી કબજીયાત દૂર થાય છે અને ફેંટ, ટાઈફોઈડ અને પેટના કીડા નાશ પામે છે.