શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: મંગળવાર, 9 મે 2017 (16:15 IST)

Home Remedies - મોઢું(ulcer) આવ્યુ હોય તો અપનાવો આ અસરકાર ઘરેલુ ઉપાયો

પેટમાં ગડબડ થવાને કારણે મોઢાંમાં ચાંદા પડી જાય છે.  આ કારણે ન તો ભૂખ લાગે છે કે ન તો કશુ ખવાય છે. અનેકવાર તો દવાઓથી આરામ નથી મળતો. આ પરેશાનીથી રાહત મેળવવા માટે ઘરેલુ ઉપચાર ખૂબ જ કારગર છે. જેનાથી તમને જલ્દી આરામ મળશે. 
 
1. હળદર - એક ગ્લાસ કુણા પાણીમાં અડધી ચમચી હળદર નાખીને તેને મિક્સ કરી લો અને તેનાથી કોગળા કરો. દિવસમાં 2-3 વાર કોગળા કરવાથી મોઢાના ચાંદા દૂર થઈ જાય છે. 
 
2. દેશી ઘી - રાત્રે સૂતા પહેલા શુદ્ધ દેશી ઘી ને જ્યા મોઢુ આવ્યુ હોય લગાવી લો. સવાર સુધી ચાંદા દૂર થઈ જશે. 
 
3. મીઠુ - 1 ગ્લાસ પાણીમાં થોડુ મીઠુ નાખીને તેનાથી કોગળા કરો. અલ્સરથી રાહત મળશે.  તેનો 1-2 દિવસ સુધી ઉપયોગ કરો. 
 
4. મધ - ચાંદામાંથી છુટકારો મેળવવા મધ પણ ખૂબ કારગર ઉપાય છે. દિવસમાં 3-4 વાર જ્યા મોઢુ આવ્યુ છે ત્યા મઘ લગાવો. તેનાથી ખૂબ જલ્દી રાહત મળે છે. 
 
5. બરફ - મોઢાના ચાંદામાંથી મુક્તિ મેળવવા માટે બરફનો ઉપયોગ પણ કરી શકો છો. બરફનો એક નાનકડો ટુકડો ચાંદા પડ્યા હોય ત્યા લગાવો. દિવસમાં 4-5 વાર આવુ કરો. આરામ મળશે.