પીવો તુલસીનો કાઢો થશે ફાયદા જ ફાયદા

શનિવાર, 11 નવેમ્બર 2017 (16:54 IST)

Widgets Magazine
tulsi tea

તુલસીના પાન તેનો રસ અને તેની ચા યોગ્ય રીતે ઉપયોગમાં લેવામાં આવે તો અનેક ગંભીર બીમારીઓથી છુટકારો મળી શકે છે.. 
તુલસીનો કાઢો બનાવવા માટે સામગ્રી 
તુલસીના 10-12 પાન 
અડધી લેમન ગ્રાસ (ગ્રીન ચા ના પાન) 
એક ઈંચ આદુનો ટુકડો 
પાની 4 કપ 
ગોળ 3 ચમચી કે ત્રણ ટુકડા 
બનાવવાની રીત - 
- સૌ પહેલા તુલસીના પાન અને લેમનગ્રાસને સારી રીતે ધોઈ લો 
- એક પેનમાં પાણી નાખીને મીડિયમ તાપ પર ઉકાળવા મુકો 
- જ્યારે હળવુ ગરમ થઈ જાય તો તેમા તુલસીના પાન લેમન ગ્રાસ અને આદુ નાખીને 4-5 મિનિટ ઉકાળો 
- ત્યારબાદ તેમા ગોળ નાખીને તાપ બંધ કરી દો. કાઢાને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ ઓગળી જાય 
- 1-2 મિનિટ સુધી ઠંડો થયા પછી કપમાં ગાળીને ગરમાગરમ પીવો. 
- ત્યારબાદ તેમા ગોળ નાખીને તાપ બંધ કરી દો.. કાઢાને ચમચીથી હલાવતા રહો જેથી ગોળ ઓગળી જાય 
- તમે ચાહો તો તુલસીના ઉકાળામાં 2-3 કાળા મરી પણ નાખી શકો છો. 
- જો ફ્લેવર જોઈએ તો તેમા એક ઈલાયચી પણ વાટીને નાખી દો
- લેમન ગ્રાસ ન મળે તો તેના વગર પણ તુલસીનો કાઢો બની શકે છે. 
 
તુલસીનો કાઢો અને તેના પાનના રસના ફાયદા 
 
- બદલતા મૌસમને કારણે થનારી શરદી તાવ અને ગળાની ખરાશથી છુટકારો મેળવવા માટે તુલસીનો કાઢો એક સારો ઉપાય ચે 
- તુલસીના પાનના કાઢામાં ચપટી સંચળ નાખીને પીવાથી ફ્લૂ રોગ જલ્દી ઠીક થઈ શકે છે. બીજી બાજુ હર્બલ માહિતગાર ફ્લૂ દરમિયાન તાવથી ગ્રસ્ત રોગીન તુલસી અને સંચળ લેવાની સલાહ આપે છે. 
- પથરી કાઢવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે તુલસીનો કાઢો. જો આ કાઢામાં ગોજ એક ચમચી મધ નાખીને નિયમિત 6 મહિના સુધી સેવન કરવામાં આવે તો પથરી મૂત્ર માર્ગથી બહાર નીકળી શકે છે. 
- દેશના આદિવાસી બહુલ્ય વિસ્તારમાં પાણીને શુદ્ધ કરવા માટે તુલસીના પાનનો ઉપયોગ થાય છે. વાસણમાં પાણી ભરીને તેમા તુલસીના પાન નાખીને એક બે કલાક સુધી મુકવામા આવે છે પછી તેને ગાળીને પીવામાં આવે છે. 
- જેમને દિલની બીમારી હોય છે તેમને તુલસીનુ સેવન જરૂર કરવુ જોઈએ. આ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. હાર્ટ અટેકના દર્દીને રોજ તુલસીના રસનુ સેવન કરવુ જોઈએ. તુલસી અને  હળદરના પાનીનુ સેવન કરવાથી હરીરમાં કોલેસ્ટ્રોલની માત્રા નિયંત્રિત રહે છે. 
- ચેહરાની ચમક અને રંગત કાયમ રાખવા માટે તુલસીથી સારુ કોઈ ક્રીમ નથી. તુલસીના પાનનો રસ કાઢીને બરાબર માત્રામાં લીંબૂનો રસ કાઢીને રાત્રે ચેહરા પર લગાવવાથી કરચલીઓ ખતમ થાય છે. સાથે જ ચેહરા પર થનારી ફોલ્લીઓ પણ ખતમ થઈ જાય છે. 
- આનુ નિયમિત સેવનથી ક્રોનિક-માઈગ્રેનના નિવારણમાં મદદ મળે છે. રોજ  4-5 વાર તુલસીની 6-7 પાનને ચાવવાથી થોડા જ દિવસમાં માઈગ્રેનની સમસ્યામાં આરામ મળી શકે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

આરોગ્ય

news

રોજ ખાશો 1 જામફળ... મળશે અનેક ફાયદા...

સામાન્ય મળનારુ ફળ જામફળમાં પ્રોટીન વિટામિન અને ફાઈબર ભરપૂર હોય છે. જ્યારે કે કોલેસ્ટ્રોલ ...

news

સમાગમ કેટલો સમય હોય તો આનંદ વધુ આવે ?

ફિઝિકલ ઇન્‍ટમસીને લઇને અનેક સવાલ થતા રહે છે કે કેટલો સમય સંભોગમાં રત રહેવાનું થાય એને ...

news

આ 5 કારણ બતાવે છે કે તમારા શરીરમાં પાણીની કમી છે

ગરમી હોય કે શિયાળો સારા આરોગ્ય માટે પાણી પીવુ ખૂબ જરૂરી છે. શરીરનો બે તૃતીયાંશ ભાગ પાણીથી ...

news

કમજોર હાડકાંને Strong બનાવશે આ આહાર... આજથી જ શરૂ કરી દો

શિયાળામાં ઘણા લોકોને ઘૂંટણમાં દુખાવાની સમસ્યા રહે છે. જ્યારે હાડકા કમજોર થઈ જાય છે .. ...

Widgets Magazine