શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : રવિવાર, 5 માર્ચ 2017 (17:39 IST)

પેટના નીચેના ભાગની ચરબી કેવી રીતે ઓછી કરશો

પેટની ચરબી ઘટાડવી સહેલી છે પણ બીજી બાજુ પેટના નીચલા ભગની ચરબી ઘટાડવી થોડી મુશ્કેલ છે. અમારી લાઈફસ્ટાઈલ કંઈક એવી છે કે  અમે ન ઈચ્છવા છતા પણ આપણા શરીરનુ વજન વધતુ જઈ રહ્યુ છે. કેટલીક યુવતીઓનુ સમગ્ર શરીર જોવામાં પાતળુ લાગે છે પણ પેટ ખૂબ વધુ નીકળેલુ દેખાય છે. પણ જ્યારે તમે કિલોભર વજન ઓછુ કરવામાં લાગશો તો બેલી ફેટ આપમેળે જ ઓછુ થઈ જશે. 
 
બેલેંસ ડાયેટ અને રેગુલર એક્સરસાઈઝ કરવાથી તમે તમારુ વજન કંટ્રોલમાં લાવી શકો છો. 
 
અમે તમને કેટલાક એવા ફૂડ બતાવીશુ જેને ખાવાથી તમે તમારા પેટના નીચેની ભાગની ચરબીને ઓછી કરી શકો છો. અમે તમને કોઈ ડાયેટ કરવાનું નથી કહી રહ્યા. પણ આ એવા ખાદ્ય પદાર્થ છે જે જલ્દીથી વજન ઓછુ કરે છે. જેવા કે લીંબુ પાણી, જડી બૂટ્ટીયો ગ્રીન ટી વગેરે. 
 
પેટની નીચેની ચરબીને ઘટાડવા માટે રોજ 7 થી 8 ગ્લાસ પાણી જરૂર પીવો. તેનાથી શરીરની ગંદકી બહાર નીકળી જશે અને તમરુ મૈટાબોલિજમ વધશે. 

જડીબુટ્ટીયો - તમારે સોડિયમ લેવુ ઓછુ કરવુ પડશે નહી તો શરીરમાં પાણીની માત્રા વધશે અને તમે જાડા લાગશો. ભોજનમાં મીઠાના પ્રમાણને કંટ્રોલમાં કરો અને તેને કંટ્રોલ કરવા માટે કેટલાક પ્રકારની જડી બુટ્ટીયોનુ સેવન કરો. ત્રિફળા ખાવ અને વજન ઘટાડો. આમળા કે આમળાના જ્યુસનું સેવન કરી શકો છો. 
 
મધ - મધનુ સેવન કરો. જાડાપણું વધવાનુ એક મુખ્ય કારણ છે ખાંડનું પ્રમાણ. ખાંડની જગ્યાએ તમે મધનુ સેવન કરી શકો છો. 

તજના પાવડરથી તમે તમારી સવારની કોફી કે ચા માં તજનો પાવડર નાખીને બ્લડ શુગરને કંટ્રોલ કરી શકો છો. આ એક ખાંડને રિપલેસ કરવાની સારી રીત છે. 
 
મેવા ખાવ - ફૈટને ઓછો કરવા માટે તમારે ફૈટ ખાવો પડશે. જી હા અનેક લોકો આ વાત પર વિશ્વાસ કરતા નથી. પણ મેવામાં સારા પ્રમાણમાં ફેટ જોવા મળે છે. તો આવામાં તમે બદામ, મગફળી અને અખરોટ વગેરેનું સેવન કરો. તેમાં હેલ્ધી ફેટ હ હોય છે જે શરીરને માટે જરૂરી હોય છે. 

એવાકાંડો નુ સેવન પણ લાભકારી છે. તેમા એવો વસા  હોય છે જે શરીર માટે જરૂરી હોય છે. તેનુ જ્યુસ પીવાથી તમારુ પેટ આખો દિવસ ભરેલુ રહેશે અને તમે ઓવરઈંટિગથી બચી જશો. 
 
સંતરા.. તમને જ્યારે પણ ભૂખ લાગે તો એ સમયે તમારા પર્સમાં કે બેગમાં સંતરા મુકો. તેનાથી પેટ પણ ભરેલુ રહેશે અને તમે જાડા પણ નહી થાવ. 
 
દહી ખાવ - જો તમારે પાતળા થવુ છે તો અનહેલ્ધી ડેઝર્ટથી બચો અને તેના સ્થાન પર દહી ખાવ. તેમા ઘણા બધા પોષણ હોય છે અને કૈલોરી બિલકુલ પણ હોતી નથી. 
 

ગ્રીન ટી - દિવસમાં એક કપ ગ્રીન ટી પીવાથી લાભ થાય છે. તેનાથી શરીરનુ મૈટાબોલિઝમ વધે છે અને પેટ બર્ન થાય છે. 
 
સાલમન - તેમા ઓમેગા 3 ફૈટી એસિડ હોય છે જે શરીર માટે જરૂરી વસા છે અને શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.  આ ફેટ તમારા પેટને સંપૂર્ણ રીતે ભરેલુ રાખે છે અને વધુ ખાવાથી બચાવે છે.  
 

બ્રોકલી ખાવ - તેમા વિટામિન સી હોય છે અને સાથે જ આ શરીરમાં એક તત્વ બનાવે છે જે શરીરના ફેટથી એનર્જીમાં બદલવામાં વાપરે છે. 
 
લીંબુનો પ્રયોગ કરો - રોજ સવારે પાણી પીવાથી તમારી ચરબી ઓછી થઈ શકે છે. જો પાણી ગરમ હોય તો વધુ સારુ.  તેમા મધ નાખીને પીવો. 

કાચુ લસણ  ચાવવાથી પેટના નીચેની ભાગની ચરબી ઓછી થશે. જો તેમા થોડો લીંબુનો રસ છાંટી દેવામા6 આવે તો વધુ સારુ. તેનાથી પેટ પણ ઓછુ થશે અને બ્લડ સર્કુલેશન પણ સારુ રહેશે. 
 
તમારા ભોજનમાં આદુનો સમાવેશ કરો કારણ કે તેને ખાવાથી પેટના નીચેના ભાગની ચરબી ઓછી થાય છે તેમા એંટીઓક્સીડેંટ હોય છે જે ઈંસુલિનને વધવાથી રોકે છે અને બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.