શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 7 જાન્યુઆરી 2017 (17:53 IST)

આદુના અદ્દભૂત સ્વાસ્થ્ય લાભ જાણો છો ?

આદુ ફક્ત ભોજનને સ્વાદિષ્ટ જ નથી બનાવતુ પણ આપણા શરીરના પણ અનેક રોગોમાંથી મુક્તિ અપાવવામાં મદદ કરે છે. આદુના સેવનથી ડાયાબીટિઝ ટાઈપ 2ના સંકટને મોટાભાગે ઓછુ કરી શકાય છે આદુમાં ઘણા બધા વિટામિન્સ ઉપરાંત મૈગ્નીઝ અને કૉપર પણ જોવા મળે છે. જેની શરીરને સુચારુ રૂપથી ચલાવવામાં ખૂબ મહત્વપુર્ણ ભૂમિકા હોય છે. આદુના અનેક એવા લાભ છે જે આ પ્રકારના છે. 
 
કાનમાં દુ:ખાવો - કાનમાં દુ:ખાવો થતા આદુનો રસ કાઢીને તેને ગરમ કરીને કાનમાં થોડુ થોડુ નાખવાથી દુ:ખાવાથી રાહત મળે છે. 
 
છાતીમાં દુ:ખાવાથી રાહત - છાતીના દુ:ખાવા માટે આદુનો રસ કાઢીને 40 ટીપા અને 1 ચમચી સાકરનુ સેવન કરવાથી દુ:ખાવામાં રાહત મળશે. 
 
શ્વાસ સંબંધિત રોગોથી છુટકારો - આદુનુ નિયમિત સેવન શ્વાસ સંબંધિત રોગોના દર્દીઓના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. આદુના જ્યુસમાં મેથી દાણા અને મધ મિક્સ કરી સેવન કરવાથી શ્વાસના દર્દીઓને ખૂબ રાહત મળે છે. 
 
દાંતનો દુ:ખાવો થતા - દાંતનો દુ:ખાવો થતા આદુના ટુકડાને દાંતોની વચ્ચે દબાવવાથી દાંતના દુ:ખાવામાં રાહત મળે છે. 
 
ઉલ્ટી રોકવામાં મદદરૂપ - ઉલ્ટીની સમસ્યામાં આદુનુ સેવન આરામ આપી શકે છે. ઉલ્ટી બંધ ન થવાની દશામાં આદુ અને ડુંગળીનો રસ બરાબર માત્રામાં લેવાથી લાભ થશે. એ જ કારણ છે કે સર્જરી કે કીનેથેરેપી પછી થનારી આ પ્રકારની સમસ્યાઓમાં ડોક્ટર પણ આદુનું સેવન કરવાની સલાહ આપે છે.  
 
પાચનમાં ફાયદાકારી - આદુ ભોજનમાં રહેલા પ્રોટીનને તોડવામાં મદદ કરે છે જેના કારણે પાચન સાથે જોડાયેલ સમસ્યાઓ થતી નથી. પેટ સંબંધિત રોગોમાંથી મુક્તિ મેળવવા માટે ભોજનમાં આદુનો પ્રયોગ જરૂર કરવો જોઈએ અને જે લોકોને ગેસ થાય છે તેમણે શાકભાજીમાં આદુનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. આદુના સેવન સાથે ભોજનના પૌષ્ટિક ગુણોને પચાવવામાં મદદ મળે છે જેની સાથે ભૂખ વધે છે.   
 
કેંસરને રોકવામાં મદદરૂપ - આદુનુ સેવન કરવાથી કેંસર જેવી ભયાનક બીમારીથી બચી શકાય છે અને આ કેંસર કૈસર પેદા કરનારા સેલ્સને નષ્ટ કરે છે. એક શોઘ મુજબ આદુ સ્તન કેંસર પેદા કરનારા સેલને વધવાથી રોકે છે. 
 
માથાનો દુખાવો થતા - માઈગ્રેન કે દુખાવા દરમિયાન માથા પર આદુનો પેસ્ટ લગાવવાથી રાહત મળે છે. આ લેપ માથાના ભાગમાં લોહી સંચાર ઝડપી કરે છે. જે સાથે જ દુખાવામાં તરત જ આરામ મળે છે. 
 
ગઠિયામાં આરામ - સ્નાન કરવાના પાણીમાં આદુનો રસ મિક્સ કરી નહાવાથી સાંધાના દુ:ખાવાની મુશ્કેલી દૂર થાય છે. તેથી આ સાંધાના દુ:ખાવાના દર્દીઓ માટે લાભકારી હોય છે.  
 
પીરિયડ્સમાં આરામ - આદુના એંટીફ્લામેંટરી ગુણ સ્ત્રીઓને પીરિયડ્સના દુ:ખાવામાં રાહત આપવામાં મદદરૂપ સાબિત થાય છે. આ પીરિયડ્સ દરમિયાન થનારી ગૈસ્ટરિકની સમસ્યાઓથી દૂર રહેવામાં પણ મદદરૂપ છે. 
 
આંખો માટે ફાયદાકારી - આદુને સળગાવીને ઝીણો વાટીને આંખો પર લગાવવાથી આંખો લગભગ નિરોગી રહે છે.