શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 27 એપ્રિલ 2016 (12:41 IST)

ઈસબગોલના ફાયદા અને તેનો યોગ્ય ઉપયોગ

આધુનિક સારવારમાં ઈસબગોલનુ મહત્વ સતત વધતુ જઈ રહ્યુ છે. પાચનતંત્ર સાથે સંબંધિત સમસ્યાઓમાં દવાના રૂપમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. આ લગભગ ત્રણ ફુટ ઊંચા છોડના બીજ હોય છે. આ બીજની ઉપર સફેદ ભુસા જેવા દાણા  હોય છે. ઈસબગોલના બીજ  અને દાણામાં પુષ્કળ પ્રમાણમાં મ્યુસિલેજ જોવા મળે છે. જેની અંદર મુખ્ય રૂપે જાઈલોજ, એરેવિનોઝ રૈમન્નોજ અને ગૈલેક્ટોજ વગેરે જોવા મળે છે. અતિસાર, ઝાડા જેવી પેટની સમસ્યાઓમાં ઈસબગોલના ભુસાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની ખાસિયત એ છે કે તેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી.  
 
ઈસબગોલ ખાવાના ફાયદા 
 
કબજિયાત, ઝાડા, સાંધાનો દુ:ખાવો, મળમાં લોહી પડવુ, પાંચનતંત્રમાં ગડબડ, શરીરમાં પાણીની કમી, ઝાડાપણું અને ડાયાબીટિઝમાં ઈસબગોલ ખાવાના ખૂબ ફાયદા હોય છે. સાંધાનો દુખાવો કબજિયાત કે પાચનતંત્ર ઠીક કરવા માટે રાત્રે જમ્યા પછી એક ગ્લાસ ગરમ દૂધની સાથે એક ચમચી ઈસબગોલના દાણાં લેવાથી ફાયદો થાય છે. ઝાડા દરમિયાન રક્તસ્ત્રાવ હોય કે લાંબા સમયથી કબજિયાત હોય તો અડધો કપ પાણી સાથે આ લો.  20 મિલીલીટરની પાણી એક ગ્લાસમાં લઈને એક ચમચી ઈસબગોલના દાણા સાથે લો. આનાથી આંતરડામાં થનારો અવરોધ અને સંક્રમણ દૂર થાય છે. 
 
કેવી રીતે લેશો ઈસબગોલ 
 
ઈસબગોલના દાણાની અસર થવામાં 10-12 કલાક લાગી જાય છે. તેથી સાંજે છ વાગ્યે લગભગ લેશો તો સવારે મોશન થઈ શકશે. જ્યારે કબજિયાત ઠીક થઈ જાય ત્યારે આ પ્રયોગ બંધ કરી દો. અડધા ગ્લાસ પાણીમાં એક ચમચી 5 મિનિટ સુધી પલાળી પી લો અને ત્યારબાદ એક ગ્લાસ પાણી ઉપરથી પી લો. આ ખાવાના 1 કલાક પછી લેવુ સારુ છે.  વજન ઘટાડવા માટે દિવસમાં 3 વાર ખાવાથી અડધો કલાક પહેલા લેવુ યોગ્ય છે. દમાની ફરિયાદમાં સવાર સાંજ બે -બે ચમચી ઈસબગોલના દાણા ગરમ પાણી સાથે લેવાથી આ ફરિયાદ દૂર થઈ જાય છે. 
 
ઈસબલોગના દાણાને લેવા હોય તો તેને વાટવા ન જોઈએ. ઈસબગોલના બીજ શાંતિદાયક અને શીતળ હોય છે. તેનાથી પેટની બિનજરૂરી ગરમી દૂર થાય છે.