બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 28 મે 2015 (11:50 IST)

ઘરેલુ ઉપાય - આટલુ કરશો તો સાઈનસથી મુક્તિ મળી જશે

આપણા ચેહરા પર નાકની આજુબાજુ કેટલાક છિદ્ર હોય છે. જેને સાઈનસ કહે છે. તેમા સંક્રમણને સાઈનોસાઈટિસ કે સાઈંસ જ કહેવામાં આવે છે. જ્યારે સાઈનસનુ સંક્રમણ થાય છે તો તેના લક્ષણ આંખો પર અને માથા પર અનુભવાય છે. માથાના દુખાવો થતા નમવાથી અને સૂવાથી વધે છે. 
 
- ચહેરા પર દુખાવાનો અહેસાસ 
- સાયનસમાં દબાણ અને દુખાવાનો અહેસાસ 
- નાક જામ થવાનો અહેસાસ-કફ-ગળામાં ખારાશ 
- માથાનો દુખાવો અને ક્યારેક ક્યારેક તાવ પણ 
 
સાયનસ માટે થનારો સૌથી સરળ ઉપાય ઓપરેશન છે. પણ મોટાભાગના બાબતોમાં આ સફળ થતુ નથી. તેથી ચાલો આજે અમે તમને સાઈનસ સંક્રમણને દૂર કરવાના ઘરેલુ નુસ્ખા.. 
 
1. એક ચમચી મેથી દાણાને એક કપ પાણીમાં પાંચ મિનિટ સુધી ઉકાળો. ત્યારબાદ આ પાણીને ગાળી લો. ચા ની જેમ પાણી પીવો ફાયદો થશે. 
2. અડધો કપ પાણીમાં થોડા ટીપા યુકેલિપ્સ તેલના નાખો. આ પાણીને ઢાંકીને ઉકાળો. ફરી સ્ટીમ લો. આ સાઈનસ માથાના દુખાવાથી તરત રાહત આપવાનો નુસખો છે. 
 
3. જ્યારે સાઈનસની સમસ્યા વધી જાય તો સરગવાની સિંગોનુ સૂપ, ડુંગળી. લસણ કાળા મરી અને આદુ નાખીને બનાવો.  આ સૂપને ગરમ ગરમ પીવાથી ખૂબ લાભ થાય છે. 
 
4. ડુંગળીનો રસ નાકમાં નાખવાથી સાઈનસના માથાના દુખાવામાં તરત રાહત મળે છે. 
5. કમળ જડ. આદુ અને લોટને મિક્સ કરી લેપ બનાવો. આ લેપને રાત્રે સૂતા પહેલા નાક અને માથા પર લગાવો. સવાર થતા જ તેને ગરમ પાણીથી ધોઈ લો. 
6. રોજ કાચા લસણની એક કળી ખાવાથી પણ સાઈનસ ઈફેક્શનથી રાહત મળે છે.  
7 રોજ સવારે નિયમિત રૂપે મઘ જરૂર ખાવ. તેનાથી સાઈનસથી થનારી પરેશાનીઓમાં રાહત મળશે. 
8. એક કપ પાણી ગરમ કરી લો. આ પાણીમાં આદુને ઝીણો સમારીને નાખી દો. થોડીવાર પછી ગાળીને ધીરે ધીરે આ પાણીને પી જાવ. રાહત મળશે.  
9. એક કપ ચોખ્ખા કુણા પાણીમાં એક ચમચી મધ અને એક ચોથાઈ ચમચી મીઠુ નાખો. આ મિશ્રણને ડ્રોપરની મદદથી બે ટીપા નાકમાં નાખો. તેનાથી સાઈનસમાં રાહત મળે છે. 
10. એક લસણ અને એક ડુંગળી એક સાથે પાણીમાં ઉકાળી તેની વરાળ લેવાથી સાઈનસના માથાના દુખાવામાં લાભ થાય છે.  
11. ગરમ કપડુ કે પછી ગરમ પાણીની બોટ ગાલ ઉપર મુકીને સેક કરવો જોઈએ. તેનાથી સાઈનસના રોગીઓને ખૂબ રાહત મળે છે