શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: સોમવાર, 15 જૂન 2015 (15:16 IST)

ઘરેલુ ઉપચાર - આ ઉપાયોથી નસકોરાં નહી આવે

ઉંઘ દરમિયાન લેવાતા નસકોરા બીજાની ઉઘમાં ખલેલ પડી શકે છે કે  કે પછી જો તમે તમારી પત્નીની સાથે સૂવો છો અને તમને નસકોરાંની સમસ્યા છે તો તમારા સંબંધોમાં દરાર આવી શકે છે.  ઉંઘ દરમિયાન નસકોરાંની સમસ્યાને કારણે શુ તમને અનેકવાર બીજાની આગળ શરમ અનુભવવી પડે છે  ? જો આવુ છે તો તમે ચોક્કસ તેનો કાયમી ઈલાજ શોધી રહ્યા હશો. 
 
ઓછુ સૂવાથી કિશોરોને નુકશાન - મોટાભાગે ઉંઘ દરમિયાન વધુ નસકોરાનું કારણ ઉંઘ દરમિયાન શ્વાસનળીમાં ઓક્સીઝન પાસ થવામાં પ્રોબ્લેમ્બ, નાકની નળીમાં પ્રોબ્લેમ્બ, દવાની સાઈડ ઈફેક્ટ, આલ્કોહોલ કે ખૂબ વધુ થાક હોઈ શકે છે. 
 
હળદરવાળુ દૂધ પીવો - આવી સ્થિતિમાં આરામ માટે તમે ઘરે જ કોઈ ઉપાયો અજમાવી શકો છો. જેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી હોતી અને તે સહેલાઈથી ઘરમાં જ મળી રહે.  જેવુ કે હળદરવાળુ કુણું દૂધ રોજ સૂતા પહેલા પીવાથી સારુ પરિણામ જોવા મળી શકે છે.  જો તમને ઘરેલુ ઉપાયોથી આરામ ન મળે તો ડોક્ટરની સારવાર લેવામાં સંકોચ ન કરવો જોઈએ. 
 
બ્રાહ્મી તેલ કે માખણ - માખણ કે બ્રાહ્મી તેલને સાધારણ ગરમ કરો અને બે ટીપા નાકના છેદમાં નાખો. રોજ સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી આ પ્રક્રિયા નિયમિત રૂપે અજમાવો. 
 
ઈલાયચી પાવડર - એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી ઈલાયચી પાવડર મિક્સ કરો ને રોજ સૂતા પહેલા રાત્રે તેનુ સેવન કરો.