શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 મે 2015 (14:30 IST)

કેળુ – આરોગ્ય માટે ગુણકારી અને પોસાય તેવું ફળ

કેળુ સદીઓથી પસંદગી પામેલુ ફળ રહ્યુ છે. દરેક પ્રકારના કેળા એક કે બીજી રીતે ઉપયોગી છે. કેળુ પુરતી તાકાત આપે છે અને ખૂબ જ પ્રમાણમાં રેસા અને કુદરતી ખાંડ જેવી કે સકરોઝ, ફ્રુક્ટોસ અને ગ્લુકોઝ ધરાવે છે. કેળા ઘણીબધી બીમારીઓથી બચવામાં અને મટાડવામાં ઉપયોગી છે.
 
ડિપ્રેશનઃ કેળામાં એક એવા પ્રકારનું પ્રોટિન છે જેને શરીર સેરોટોનિનમાં રૂપાંતર કરે છે, જે વ્યક્તિને આરામ આપે છે અને ખુશીનો અહેસાસ કરાવે છે.
 
પ્રિ મેનસ્ટ્રુઅલ સિન્ડ્રોમ : કેળામાં રહેલું વિટામીન બી6 લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અંકુશમાં રાખે છે જે વ્યક્તિના મિજાજ પર અસર કરે છે.
 
એનિમિયાઃ સારા પ્રમાણમાં આયર્ન ધરાવતા કેળા, લોહીમાં હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે જે એનિમિયાના કિસ્સામાં પણ મદદરૂપ થાય છે.
 
લોહીનું દબાણઃ કેળામાં પોટેશિયમનું ઊંચુ પ્રમાણ અને મીઠાનું ઓછું પ્રમાણ હોય છે, જે લોહીના દબાણને કાબૂમાં રાખવા માટે મદદરૂપ છે.
 
મગજની શક્તિઃ સંશોધનમાં જાણવા મળ્યુ છે કે પોટેશિયમ ધરાવતા ફળો બાળકને શીખવામાં ઝડપમાં મદદરૂપ થાય છે અને બાળકો વધુ સતર્ક થાય છે.
 
કબજિયાતઃકેળામાં રેસાઓનું પ્રમાણ વધુ રહેલું છે જે પાચનમાં મદદરૂપ થાય છે, જે કબજિયાતમાં મદદરૂપ થાય છે.
 
હ્રદયમાં બળતરાઃ કેળામાં કુદરતી એન્ટીએસિડ છે, જે હ્રદયમાં બળતરાને રાહત આપે છે.
 
ચાંદાઃ કેળાનો વપરાશ આંતરડાની તકલીફમાં કરવામાં આવે છે કારણ કે તે પોચું હોય છે. તે એસિડિટીમાં મદદરૂપ થાય છે અને તે પેટની સપાટીમાં થતી બળતરાને પણ ઓછી કરે છે.
 
સ્ટ્રોકઃ કેળાને પોતાના ખોરાકમાં નિયમિત રીતે લેવાથી સ્ટ્રોક દ્વારા મૃત્યુની શક્યતા 40% સુધી ઓછી કરી શકાય છે.