શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 13 એપ્રિલ 2017 (11:01 IST)

શરીરમાં લોહીની ઉણપને દૂર કરશે આ સુપર Food

શરીરમાં લોહીની કમી થવી આજકાલ એક ખૂબ મોટી સમસ્યા બનેલ છે. મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી કે તેમને આ પરેશાની છે અને તેઓ જાણ્યા વગર તેનાથી થનારા ખરાબ પ્રભાવોનો સામનો કરતા રહે છે.  જેવુ કે શરીર સ્ફર્તિથી કામ ન કરવુ. દરેક સમયે થાકેલા રહેવુ, કરમાયેલો ચહેરો વગેરે.  અનેકવાર યોગ્ય આહાર ન મળવાને કારણે શરીરમાં લોહીની કમી થવા માંડે છે. કે પછી અનેકવાર કોઈ બીમારીને કારણે આ સમસ્યા ઉભી થાય છે. 
 
જો તમે પણ શરીરમાં લોહીની કમીની સમસ્યાથી પરેશાન છો તો પછી તમારા ખાન પાન પર ધ્યાન આપીને તેનાથી મોટાભાગે મુક્તિ મેળવી શકો છો. તમે આ હેલ્ધી વસ્તુઓનુ સેવન કરો અને નેચરલ રીતે આ સમસ્યાને ઉકેલો. 
 
1. ટામેટા - શરીરમાં લોહીની કમીને દૂર કરવા માટે નિયમિત રૂપે ટામેટા ખાવ. તેમાં ભરપૂર પ્રમાણમાં આયરન જોવા મળે છે. 
 
2. આમળા - આમળા વિશે આપણે બધા જાણીએ છીએ કે આ આપણા આરોગ્ય માટે કેટલુ સારુ હોય છે. તેમા વિટામીન સી ખૂબ વધુ હોય છે. આ શરીરમાં લોહીની કમીની સમસ્યાને પણ દૂર કરવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. 
 
3. ગાજર - આયરની કમીને પૂરા કરવા માટે તમે ચાહો તો ગાજરનું સલાડના રૂપમાં સેવન કરો કે પછી તેનુ જ્યુસ પીવો. તમે જેવુ પણ મરજી તેને ખાવ આ દરેક રીતે લોહી વધારે છે. 
 
4. બીટ - તમારા ડાયેટમાં બીટને સામેલ કરીને તમે શરીરમાં લોહીની સમસ્યાથી મોટાભાગે મુક્તિ મેળવી શકો છો. બીટ પેટમાં ગેસને સમસ્યાને પણ દૂર કરે છે. 
 
5. લીલા પાનવાળા શાકભાજી - ખાસ કરીને પાલક અને મેથીમાં ભરપૂર આયરન જોવા મળે છે. જે શરીરમાં લોહીને વધારે છે. તેથી તમારા આહારમાં લીલા શાકભાજીને જરૂર લો. સતત તેના સેવનથી તમે થોડાક જ દિવસોમાં ઘટી રહેલ લોહીને વધારી શકો છો. 
 
6. સૂકા મેવા - શરીરમાં લોહીની કમીને દૂર કરવા માટે સૂકા મેવા ખાવા જોઈએ.  તેનાથી તાકત તો આવ જ છે સાથે જ મોડા સુધી પેટ પણ ભરેલુ રહે છે.