શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 10 ડિસેમ્બર 2016 (14:55 IST)

આ ઘરેલુ નુસ્ખા તમને ખૂબ જ કામ લાગશે... જરૂર જાણી લો ઘરેલુ Tips

નાની મા ના નુસ્ખા - ઋતુ બદલાતા આરોગ્ય સાથે જોડાયેલ નાની મોટી તકલીફો આવી જાય છે. દરેક પરેશાની માટે દવાઓ ખાવી સારી વાત નથી. તમે ઘરેલુ નુસ્ખાથી પણ આરોગ્ય સાથે જોડાયેલ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. આવો જાણીએ તેના વિશે.. 
 
1. અખરોટ - સવારે ખાલી પેટ અખરોટની 3-4 ગીરી ખાવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 
2. લીલા ધાણા - છીંક આવે તો તાજા લીલા ધાણા મસળીને સૂંધી લેવાથી છીંકો બંધ થઈ જશે. 
3. ડુંગળીનો રસ - ઉલ્ટી થઈ રહી હોય તો ડુંગળીનો રસ લીંબુના રસમાં મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. 
4. લસણ - પેટમાં ગેસની તકલીફ હોય તો 2 કળી લસણ છોલીને 2 ચમચી દેશી ઘી સાથે ચાવીને ખાવાથી ફાયદો થાય છે. 
5. મસાલેદાર ખોરાક - બંધ નાકથી પરેશાન હોય તો મસાલેદાર ખોરાક ખાવ. તેનાથી બંધ નાક ખુલી જશે. 
6. ગોળ - મોઢાના ચાંદાથી પરેશાન હોય તો રોજ જમ્યા પછી ગોળ ચૂસો છાલા ઠીક થઈ જશે. 
7. લસ્સી - પેશાબમાં બળતરા હોય તો લસ્સીમાં ચપટી સોડા નાખીને પીવાથી બળતરા દૂર થઈ જાય છે. 
8. ખજૂર - શરદીની ઋતુને કારણે કફ થઈ ગયો છે તો ગરમ પાણી સાથે ખજૂરનુ સેવન કરો. તેનાથી આરામ મળે છે.