શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 3 ડિસેમ્બર 2016 (17:41 IST)

જો તમે એકલા છો અને હાર્ટ અટેક આવી જાય તો શુ કરશો.. આ છે 10 Tips

હાર્ટ એટેક આવતા કેટલીક સાવધાની રાખવામાં આવે તો પેશંટનો જીવ બચી શકે છે. કાર્ડિયોલોજીસ્ટનુ કહેવુ છે કે આવી સ્થિતિમાં પેશંટને જેટલી જલ્દી મેડિકલ હેલ્પ મળી જાય તો એટલુ જ સારુ છે.  હાર્ટ એટેક આવતા કેટલીક સાવધાની રાખવામાં આવે તો પેશંટનો જીવ બચી શકે છે.  તેથી જલ્દી એમ્બુલેંસ બોલાવીને હોસ્પિટલ પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. 
 
જો ઘરમાં પેશન્ટ એકલા હોય તો શુ કરશો 
 
જો પેશંટ ઘરમાં એકલો હોય અને હાર્ટ એટેક આવી જાય તો તેને કોઈની મદદ નથી મળી શકતી. આવામાં પેશંટે થોડી સમજદારી અને પેશંસથી કામ લે તો તેનો જીવ બચી શકે છે. હાર્ટ પેશંટે પોતાના ડોક્ટર અને નિકટના સ્વજનનો નંબર હંમેશા સ્પીડ ડાયલમાં સેવ કરી રાખવો જેથી ઈમરજેંસી સમયે તરત જ મદદ બોલાવવામાં સરળતા રહે.   જ્યા સુધી એમ્બુલેંસ ન આવે ત્યા સુધી આ 10 વાતો પર અમલ કરીને પ્રોબ્લેમને કંટ્રોલ કરી શકાય છે. 
 
1.  જમીન પર સીધા સૂઈ જાવ અને રેસ્ટ કરો વધુ હલનચલન કરતા નહી.. 
2. પગને થોડી ઊંચાઈ પર મુકો. તેનાથી પગના બ્લડૅનો સપ્લાઈ હાર્ટ તરફ જશે જેનાથી BP કંટ્રોલ થશે. 
3. તરત જ કપડાને ઢીલા કરો તેનાથી બેચેની ઓછી થશે 
4. ધીરે ધીરે લાંબી લાંબી શ્વાસ લો તેનાથી બોડીને પૂરતા પ્રમાણમાં ઓક્સીજન મળશે 
5. સોરબિટ્રેટની એક ગોળી જીભની નીચે મુકો 
6.  સોરબિટ્રેટ ન હોય તો ડિસ્પ્રીનની ગોળી ખાઈ શકો છો. 
7. દવાઓ સિવાય બીજુ કશુ ન ખાશો 
8. ઉલ્ટી થાય તો એક બાજુ વળીને ઉલ્ટી કરો જેથી ઉલ્ટી લંગ્સમાં ન જાય 
9. પાણી કે કોઈપણ ડ્રિંક્સ પીવાની ભૂલ ન કરો.. જેનાથી ઉલ્ટી થઈ શકે છે અને પ્રોબ્લેમ વધી શકે છે. 
10. તમારી આસપાસ જે નજીક રહેતુ હોય એવા પરિચિત કે ડોક્ટરને ફોન કરીને ઈંફોર્મ કરો 
 
 

હાર્ટ એટેક પછી કંઈ ભૂલ ન કરવી જોઈએ 
- સ્મોકિંગ કરવાથી બોડીમાં હાઈ ડેન્સિટી કોલેસ્ટ્રોલ (સારુ કોલેસ્ટ્રોલ)નુ લેવલ ઓછુ થવા માંડે છે. તેનાથી હાર્ટ એટેકની શક્યતા વધી જાય છે 
- દારૂ - દારૂમાં રહેલ આલ્કોહોલ બોડીમાં સ્ટ્રેસ અને કોલેસ્ટ્રોલ વધારે છે. જેની હાર્ટ પર ખરાબ અસર પડે છે તેથી દારૂ પીવાનુ એવોઈડ કરો. 
- ઊંઘ - રેગ્યુલર ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ ન લેવાથી બ્લડ સર્કુલેશન બગડે છે. તેનાથી સ્ટ્રેસ વધે છે જે હાર્ટ ડિસિઝની આશંકા વધારે છે. 
- ડાયેટ - તમારા ખોરાકમાં ફેટવાળી વસ્તુઓ સામેલ કરવાથી બોડીમાં એકસ્ટ્રા ફેટ જમા થવા માંડે છે. આ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલ પેદા કરે છે. જે ફરીથી હાર્ટ ડિસીઝનુ કારણ બની શકે છે. 
 
- શુગરી ફુડ - શુગરી ફુડ જેવી કે મીઠાઈ, ચોકલેટ અને આઈસ્ક્રીમમાં કેલોરી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનાથી બોડીમાં ખરાબ કોલેસ્ટ્રોલ બનવા માંડે છે. જે હાર્ટ એટેકની આશંકા વધારે છે. 
 
- સોલ્ટી ફૂડ - ડાયેટમાં વધુ પ્રમાણમાં સોલ્ટી ફુડ સામેલ કરવાથી બોડીમાં સોડિયમની માત્રા વધી જાય છે. તેનાથી બ્લડ સર્કુલેશન બગડે છે જે હાર્ટ ડિસીઝનુ કારણ બની શકે છે. 
- એક્સરસાઈઝ ન કરવી - રોજ 30 મિનિટની એક્સરસાઈઝ કે મોર્નિગ વોક ન કરવાથી કૈલોરે બર્ન નથી થઈ શકતી. તેનાથી વજન વધે છે ને હાર્ટ ડિસીઝનું કારણ બને છે. 
- વારેઘડીએ સ્ટ્રેસ લેવાથી બોડીનુ બ્લડ સર્કુલેશન બગડે છે. જેની હાર્ટ પર ખરાબ અસર પડે છે. 
- હાઈ બીપી - હાર્ટ એટેક આવ્યા પછી BP કંટ્રોલમાં ન રાખવાથી હાર્ટ ડિસીઝની શકયતા વધી જાય છે. 
- હાર્ટ એટેક પછી રૂટીન ચેકઅપ ન કરાવવાથી આ પ્રોબ્લેમની આશંકા વધી જાય છે.