શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

Try this : આટલા ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

માથાનો દુ:ખાવો દૂર થશે - જો માથામાં દુ:ખાવો થઈ રહ્યો હોય તો ત્રણ ચાર લવિંગ પાણી સાથે વાટીને તેનો લેપ બનાવો. આ લેપને માથા પર લગાવો. થોડી જ વારમાં માથાનો દુ:ખાવો દૂર થઈ જશે.

અસરકારક ક્લીંજર - દૂધ એક શાનદાર મોઈશ્ચરાઈઝર હોવાની સાથે સાથે એક ક્લીંજર પણ છે. રોજ રાત્રે સૂતા પહેલા દૂધથી ચહેરો સાફ કરો ત્વચા ચમકદાર બનશે.

ખાંસી દૂર થશે - એક ચપટી શાહજીરા સાથે ચપટી મીઠાની સાથે ત્રણ કાળામરી મોઢામાં લઈને ચૂસો. આવુ થોડા દિવસ કરો, ખાંસીમાંથી મુક્તિ મળશે.

ગેસ નહી થાય - જો ગેસની સમસ્યા હોય તો લીંબૂના રસમાં આદુના કટકા પલાળીને મુકી દો. રોજ જમ્યા પછી તેને ચાવો. ગેસની સમસ્યાથી છુટકારો મળી જશે.

દાદથી છુટકારો મેળવવા - દાદ થયા હોય તો તુલસીના પાનનો રસ કાઢીને દાદના સ્થાને દિવસમાં બે ત્રણ વાર લગાવો. થોડાક જ દિવસમાં દાદથી છુટકારો મળી જશે.