5 દિવસમાં 5 કિલો વજન ઘટાડશે આ જ્યુસ ?
શુ તમે પણ તમારુ વજન ઓછુ કરવા માટે અનેક હથકંડા અપનાવીને કંટાળી ચુક્યા છો ? અનેક વાર ડાયેટ ચાર્ટ થોડા દિવસ માટે અપનાવીને સફળ ન થતા જોઈને છોડી ચુક્યા છો ? તો તમે આ રીત ટ્રાઈ કરી શકો છો. શરીરમાં જ્યારે ફેટ જમા થવા માંડે છે તો વજન વધી જાય છે. જો કે વજન ઘટાડવા માટે રોજ એક્સસાઈજ કરવી તો મહત્વપૂર્ણ છે જ પણ તમારુ ખાન-પાન પણ તમારા વજનને વધારવા કે ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમે 5 મિનિટમાં તૈયાર આ સિંપલ હેલ્ધી જ્યુસને ટ્રાઈ કરી શકો છો. આ તમરા શરીરમાંથી વધારાની કેલોરી બર્ન કરશે અને તમે નિશ્ચિત રૂપે તમારુ વજન ઓછુ કરી શકશો.
સામગ્રી - 60 ગ્રામ લીલા ધાણા(વાટેલા), 1 લીંબુ, 4 ગ્લાસ પાણી
બનાવવાની વિધિ - એક વાસણમાં લીંબૂને બે ભાગમાં કાપીને નિચોડો. તેમા મસળેલા લીલા ધાણા અને પાણી મેળવી લો. સારી રીતે મિક્સ કરો. તમારુ હેલ્ધી જ્યુસ તૈયાર છે.
આ જ્યુસને ખાલી પેટ સતત 5 દિવસ સુધી લો. લીલા ધાણા પાચન શક્તિને વધારવાની સાથે જ શરીરમાં પ્રતિરોધક ક્ષમતા પણ વધારે છે. આ લોહીની અશુદ્ધિયોને દૂર કરે છે. લીંબૂ હાઈ બીપીને નિયંત્રિત કરે છે. આ જ્યુસને 5 દિવસ સુધી સતત ખાલી પેટ લેવાથી તમે 5 કિલો જેટલુ વજન ઓછુ કરી શકો છો.
નોંધ - આ જ્યુસ લેતા પહેલા તમે ડોક્ટરની સલાહ જરૂર લો. વ્યક્તિના આરોગ્ય મુજબ તેનો પ્રભાવ જુદો જુદો હોઈ શકે છે.