ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 29 જાન્યુઆરી 2016 (17:01 IST)

આટલુ જાણ્યા પછી તમે ક્યારેય ફાટેલુ દૂધ ફેંકો નહી.. બનાવી શકો છો આ વસ્તુઓ

ક્યારેક  દૂધ ફાટી જાય તો, મૂડ ખરાબ થઈ જાય છે , પણ હવે મૂડ ખરાબ કરવાને બદલે તમે ફાટેલા દૂધથી આ વસ્તુઓ બનાવો , જેને ખાધા પછી તમને ખબર પણ નહી પડે કે આ ફાટેલા દૂધથી બનેલી છે. 
 
બાફેલા ઈંડામાં ફાટેલા દૂધનો માવો મિક્સ  કરીને ખાવ. પૌષ્ટિકતા પણ વધી જશે  અને ઈંડા ટેસ્ટી પણ લાગશે. 
 
ફાટેલા દૂધને સ્મૂદીમાં ઉપયોગ કરી શકો છો. સ્મૂદી સૉફ્ટ બનશે અને ટેસ્ટ પણ વધી જશે. 
દહીં બનાવી શકો છો. ફાટેલા દૂધમાં થોડું  દહીં નાખી દો. સારું દહી બની જશે. 
સૂપ બનાવી શકો છો. સૂપમાં ફાટેલું દૂધ નાખી દો . સ્વાદ વધી જશે. 
 
સારી રીતે ફેંટી લો. ફાટેલા દૂધની છાશ  બની જશે. એમાં વઘાર પણ લગાવી શકો છો. 
આ દૂધના ઉપયોગ કેક બનાવવામાં કરી શકો છો. કેક ખરાબ નહી થાય.