ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

કેરીના ઘરેલૂ નુસ્ખા અજમાવી જુઓ

બળતરા : કેરીના પાનને સળગાવીને તેની રાખને શરીરના બળેલા ભાગ પર લગાવો. બળેલ ભાગ સારો થઈ જશે.

અનિંદ્રા : રાત્રે કેરી ખાવ અને દૂધ પીવો, આનાથી ઉંઘ સારી આવે છે.

પેટના કૃમિ : કેરીની ગોટલીનું ચુર્ણ ગરમ પાણીની સાથે ચોથી ચમચી આપવાથી પેટના કૃમિનો સફાયો થઈ જશે.

પથરી : કેરીની ગોટલીને શેકીને મીઠુ લગાડીને રોજ ખાવાથી રાહત મળશે.

દાંતની મજબુતી : કેરીના તાજા પાનને ખુબ જ ચાવીને થુંકી દો. થોડાક જ દિવસના નિરંતર પ્રયોગથી હલતાં દાંત મજબુત થઈ જશે, પેઢામાંથી લોહી વહેતુ પણ બંધ થઈ જશે.