બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

ખીલથી છુટકારો મેળવવા માટે અપનાવો ઘરેલુ ઉપાય

યુવાનીમાં પગ મુગતાં જ દરેક યુવક-યુવતીને સૌથી વધુ પરેશાન કરનારું અને ચિંતાજનક લાગતુ હોય તો એ છે મોઢા પર થતા ખીલ. આ ખીલ ગમે ત્યારે ફૂટી નીકળે છે. જેના કારણે ચહેરો ખરાબ લાગે છે. આવો આજે અમને તમને કેટલાક ઘરેલુ ઉપચાર બતાવીએ છે જે અજમાવીને તમે તમારી આ સમસ્યાને દૂર કરી શકો છો.

1. સૂતી વખતે કુણા પાણીથે એમોઢુ ધોવુ, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવીને સૂઈ જવુ. સવારે સાબુથી મોઢુ ધોવુ. આ પ્રયોગથી ખીલ મટે છે.

2. કાચા પપૈયાને કાપવાથી તેમાંથી જે દૂધ જેવો પદાર્થ નીકળે તેને મોઢા પર રોજ નિયમિત લગાડવાથી ખીલ કાયમ માટે જડમાંથી મટી જાય છે.

3 ખીલ મટી ગયા પછી મોઢા પર રહેલા ખીલના ડાધ દૂર કરવા માટે પાકેલા પપૈયાના ગૂદાને છૂંડીને તેની માલિશ મોઢા પર કરવી. પંદર વીસ મીનિટ પછી તે સુકાય જાય ત્યારે પાણીથી મોઢુ ધોઈ નાખવુ અને રુંવાટીવાળા ટુવાલથી મોઢાને સારી રીતે લૂંછી લેવુ. પછી મોઢા પર કોપરેલ લગાડવુ. એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરશો તો મોઢા પરના ખીલના ડાધ મટી જશે.

4. મોઢા પરના કાળા ડાધ દૂર કરવા માટે તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડી દેવો અને સુકાય જાય કે મોઢુ પાણીથી ધોઈ નાખવુ. આ રીતે 15 દિવસ કરવાથી મોઢા પરના કાળા ડાધા દૂર થઈ જશે.

5. મોઢા પર મૂંળાના પાનનો રસ ચોપડવાથી પણ ખીલ અઠવાડિયામાં મટે છે.