ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ગાજરના ગુણકારી ઉપયોગ

- આગથી ત્વચા બળી ગઈ હોય તો કાચા ગાજરને પીસીને લગાવવાથી તરત જ લાભ થાય છે અને બળેલા ભાગ પર ઠંડક થઈ જાય છે.

- મગજને મજબુત બનાવવા માટે ગાજરના મુરબ્બાને રોજ સવારે ખાવો જોઈએ.

- જેમને બ્લડપ્રેશરની પ્રોબલમ હોય તેમણે ગાજરના રસમાં મધ ભેળવીને પીવું જોઈએ.

- ગાજરનો રસ, ટામેટાનો રસ, સંતરાનો રસ અને બીટનો રસ પચીસ ગ્રામની માત્રામાં રોજ લેવાથી બે મહિનામાં ખીલ, ડાઘ અને કરચલીઓ વગેરે દૂર થઈ જશે.

- જેમને પથરીની તકલીફ હોય તેમને રોજ ગાજર, કાકડી અને બીટનો રસ સમાન માત્રામાં લેવો જોઈએ.

- ગાજરના સેવનથી ઉદર રોગ, કફ તેમજ કબજીયાતનો નાશ થાય છે અને આંતરડામાં જામેલ મેલ ઝડપથી દૂર થઈ જાય છે.

- બાળકોને કાચા ગાજર ખવડાવવાથી પેટના કૃમિ નીકળી જાય છે.

- ગાજરનું રોજ સેવન કરવાથી લોહીની ઉણપ દૂર થઈ જાય છે અને લોહ તત્વોની માત્રા વધે છે.