ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : બુધવાર, 31 મે 2017 (15:10 IST)

Home Remedies : ગાયના દૂધનુ ઘી અમૃત સમાન છે

ગાયના દૂધનું ઘી યુવાવસ્થા કાયમ રાખી વૃદ્ધાવસ્થા ને દૂર રાખે છે. કાળી ગાયના દૂધનું ઘી ખાવાથી વૃદ્ધ વ્યક્તિ પણ યુવાન જેવો થઈ જાય છે. ગાયનુ ઘી થી સારી કોઈ બીજી વસ્તુ નથી. 
 
- બે ટીપાં દેશી ગાયનુ ઘી નાકમાં સવાર-સાંજ નાખવાથી માઈગ્રેનની પીડા દૂર થાય છે. 
- માથાના દુ:ખાવા વખતે શરીરમાં ગરમી લાગતી હોય તો ગાયના ઘી ની પગના તળિયે માલિશ કરવી.
- નાકમાં ઘી નાખવાથી નાકની શુષ્કતા દૂર થાય છે. 
- હાથ-પગમાં બળતરા થતા ગાયના ઘી ની માલિશ કરવી.
- 20-25 ગ્રામ ઘી અને શાકર ખાવાથી શરાબ,ભાંગ, ગાંજાનો નશો ઓછો થાય છે. 
- ફોડલા પર ગાયનું દેશી ઘી લગાવવાથી આરામ મળશે.
- ગાયના ઘીની છાતી પર માલિશ કરવાથી કફ બહાર કાઢવામાં સહાયક થાય છે. 
- સાંપ ડંખ મારતા 100-150 ગ્રામ ઘી પિવડાવી ઉપરથી જેટલુ બની શકે તેટલુ ગરમ પાણી પીવડાવો આનાથી ઉલ્ટી અને ઝાડા થશે પણ સાંપનું ઝેર શરીરમાંથી ઓછુ થઈ જશે. 
- જો વધારે નબળાઈ લાગે તો એક ગિલાસ દૂધમાં એક ચમચી ગાયનું ઘી અને ખાંડ નાખી પીવો.
- જે માણસ ને હાર્ટ અટેકની તકલીફ હોય અને ચિકણું ખાવાની ના પાડી હોય તો ગાયનુ ઘી ખાવ.  આ હૃદયને મજબૂત બનાવે છે.