બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શનિવાર, 13 ફેબ્રુઆરી 2016 (12:16 IST)

ઘરેલુ ઉપચાર - ચામડીના રોગોથી મુક્તિ મેળવવાના ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

ઘરેલુ ઉપચાર - ચામડીના રોગોથી મુક્તિ મેળવવાના ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

ચામડીના રોગોનો સમય રહેતા ઉપચાર ન કર્યો તો તે ફેલાય  છે અને એના પ્રત્યે બેદરકારી કરતા એ હમેશાના મહેમાન બની જાય છે.  એલોપેથી મલહમ બજરમાં ઉપલબ્ધ છે પણ તે અસ્થાયી રૂપે લાભ આપે છે. એ બધા ખુદ ભોગવી ચુકેલા લોકો  જાણે છે પરંતુ જો ઘરેલૂ ઉપચાર કે જે ઘરમાં કરી શકાય છે તે કરીએ તો સફળતા મળે છે. 
 
1.  બે ચમચી નાળિયેર તેલમાં 1 ચમચી ટામેટા રસને કરી ખંજવાળ પર મસાજ કરો. થોડીવાર પછી ગરમ પાણીથી        સ્નાન કરો.  
 
2.  જીરાને ગરમ પાણીમાં વાટીને લગાવો. 
 
3.  સફરજનના છાલ ઘસીને લગાવો. 
 
4.  પાંચ ગ્રામ કાળા મરી વાટીને અડધી ચમચી ગાયના ઘી સાથે ખાવાથી પણ  ખંજવાળ મટે છે.  
 
5.  તાજા નાળિયેરનો રસ અને ટામેટાનો રસ મિક્સ કરી લગાવો. 
 
6  દૂધમાં પાણી મિક્સ કરી કપાસથી શરીર પર ઘસવું. થોડા સમય પછી સ્નાન કરી લો.  
 
7  લાલ ટમેટા રસ દરરોજ પીવો . 
 
8.  ગરમ પાણીમાં લીંબુ નીચોવી સ્નાન કરવું .  
 
9.  ખંજવાળ આવતી જગ્યાએ મધ લગાવવું .અડધા કલાક સુધી રાખો પછી સ્નાન કરી લો. 
 
10 લીંબુને કાપી તેમાં વાટેલી ફટકડી પાવડર ભરીને ખંજવાળવાળા સ્થાને રગડવું. 
 
11  લસણને સરસિયાના તેલમાં નાખી સારી રીતે ગરમ કરો. આ તેલ ઠંડુ કરી તેનાથી માલિશ કરો. 
 
12 અજમાને પાણીમાં ઉકાળી ઠંડો કરી તે પાણીથી ખંજવાળવાળી જ્ગ્યા સાફ કરો. 
 
13 કેળાના પલ્પને લીંબુના રસમાં વાટી દાદ-ખાજ પર લગાવો. 
 
14 થોડાક દિવસો સુધી સતત મૂળાના બીયણ અને સૂકા પત્તાને લીંબુના રસમાં વાટી ગરમ કરી લગાવો.