શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (17:20 IST)

ઘરેલુ ઉપચાર-છરી ચમચી નહી હાથથી ખાવાના ફાયદા

ચમચી ,છરી કે કાંટાથી ખાદ્ય  સિવાય સીધા હાથથી ખાવાના ઘણા ફાયદાના હોઈ શકે છે. આયુર્વેદમાં હાથથી ભોજન કરવાના ઘણા ફાયદા ગણાવ્યા છે.  હાથથી ભોજન કરવાથી  તમારા માટે આરોગ્ય સાથે સંક્ળાયેલા ક્યાં લાભોનું કારણ છે જુઓ ...
 
શરીરના પંચતત્વનું  સંતુલન 
 
આયુર્વેદ મુજબ શરીર પાંચ તત્વોથી બનેલો છે ધરા,વાયુ,નભ,જળ અને અગ્નિ આ પાંચ તત્વોમાં થતાં અસંતુલન શરીરમાં ઘણા રોગોનું  કારણ હોય છે.  હાથથી ગ્રાસ બનાવતા સમયે જે મુદ્રા હોય છે તેમાં શરીરમાં પાંચ તત્વોનું સંતુલન જળવાય  રહે છે અને ઉર્જા જળવાય રહે છે. 
 
પાચનમાં લાભકારી
 
સ્પર્શ મગજ માટે સૌથી વધારે સંવેદન આપે છે. ખોરાકને  સીધા હાથ ઉઠાવતા એના સ્પર્શથી મગજ સક્રિય થાય છે અને ખાદ્ય પહેલા પેટને પાચન માટે સક્રિય થવાનો સંકેત આપે છે જેથી પાચનમાં મદદ મળે છે. 
 
મોં ને બળતરાથી બચાવે છે
 
હાથથી ભોજન કરતી વખતે ભોજન કેટલુ ગરમ છે  આ સ્પર્શ માત્રથી જાણ થઈ જાય છે અને જેથી મોં બળતરા  બચે  છે અને ચમચીના ઉપયોગથી મગજને આ સંદેશ નથી મળતો  કે ભોજન કેટલુ  ગરમ છે.