મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : સોમવાર, 4 મે 2015 (18:29 IST)

ઘરેલુ ઉપચાર : તરત ફાયદો મેળવવા યાદ રાખો આ ટિપ્સ

- કંઈક દઝાય જાય તો તરત જ આગથી દાઝ્‌યા પર કાંદાને છુંદીને લગાડવાથી રાહત થાય છે.

- ચહેરાને ચમકાવવા માટે હળદર, ચંદન, મુલ્તાની માટીમાં ગુલાબજળ નાખીને તેનું પેસ્ટ બનાવો, ચહેરા પર લગાવો, 15 મિનિટ રહેવા દો. તમારી ત્વચા ચમકી જશે.

- પેટમાં અરુચિ જેવુ લાગતુહોય તો ધાણા, મરી અને ઈલાયચી, ખાંડનો પાવડર બનાવી તેને ઘી સાથે ચટાડો, ફાયદો થશે.

- ટામેટાના રસમાં ભાત મિક્સ કરી તેનુ પેસ્ટ ચહેરા પર ઘસવાથી બ્લેકહેડ્સ દૂર થાય છે.

- ગળામાં કફ કે કાંકડા થયા હોય તો હુંફાળા પાણીમાં મીઠુ નાખીને દિવસમાં ત્રણ ચાર વાર કોગળા કરવાથી ફાયદો થશે.

- ખાંસી થતી હોય તો બે-ત્રણ દિવસ પીવાય તેટલુ ગરમ કરીને પાણી પીવુ ફાયદો થશે.

- શરદી કે નાક ટપકતું હોય તો ગળા પર અને નાક પર વિક્સ લગાવીને ગરમ પાણીની વરાળ લો અને ચાદર ઓઢીને 15 મિનિટ માટે સૂઈ જાવ. શરદી ગાયબ થશે.