ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર - દાદીમાનું વૈદું

- ગેસ થાય તો સૂંઠમાં સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરીને ગરમ પાણીથી સૂંઠ લેવાથી ફાયદો થાય છે.

N.D
- આખા શરીરમાં દુ:ખાવો થાય તો સોડાબાઈકાર્બોનેટ અને કાચી ફિટકરી બંનેને સમાન માત્રામાં 1-1 ગ્રામ વાટીને ગરમ પાણી સાથે લેવાથી આરામ મળે છે.

- જો વધુ પડતી હિચકી આવે તો ગરમ પાનીની સાથે બે લવિંગ ખાવાથી હિચકી બંધ થઈ જાય છે.

- 6 લીંબુના રસમાં સુહાગા મિક્સ કરીને લગાવવાથી એક્જિમા સમાપ્ત થાય છે.

- માથમાં દુ:ખાવો થતો હોય તો તુલસીના પાન વાટીને તેનો લેપ કપાળ પર લગાવવો

- ખીલથી છુટકારો મેળવવા માટે ગાયના દૂધમાં ચારોળીને વાટીને તેનો લેપ સવાર સાંજ ખીલ પર લગાવવો

- માઢામાં ચાંદા પડી ગયા હોય તો મધ અને કાથો સમાન પ્રમાણમાં લઈને મિક્સ કરો અને ચાંદા પર લગાવો

- તુલસીના 8-10 પાન, આદુનો ટુકડો, લીલી ચાના પાન, ગોળ એક કપ પાણીમાં ઉકાળી સવાર સાંજ પીવાથી શરદી મટી જાય છે