ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપચાર - સ્વાદ સાથે દવાનું કામ કરે છે સંચળ

P.R
સંચળ(કાળું મીઠું)નું ભારતીય ભોજનમાં બહુ મહત્વનું સ્થાન છે. ચાટ, ચટણી, રાયતું સહિત અનેક ભારતીય વ્યંજનોમાં તેનો વિશેષ ઉપયોગ થાય છે. ભારતીય ચાટ મસાલો પોતાની ખુશ્બુ અને સ્વાદ માટે સંચળ પર નિર્ભર કરે છે.

સંચળમાં મુખ્યરૂપે સોડિયમ ક્લોરાઇડ હોય છે. એ સિવાય તેમાં સોડિયમ સલ્ફેટ, આયર્ન સલ્ફાઇ, હાઇડ્રોજન સલ્ફાઇડ વગેરેની થોડી માત્રા પણ હોય છે. સોડિયમ ક્લોરાઇડને કારણે જ તેનો સ્વાદ નમકીન બને છે. આયર્ન સલ્ફાઇડને કારણે તેનો રંગ ઘેરો બને છે અને તમામ સલ્ફર ક્ષાર તેના વિશિષ્ટ સ્વાદ અને ગંધ માટે જવાબદાર છે.

ઉપયોગ - સંચળને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં ઠંડી તાસીરનો મસાલો ગણવામાં આવે છે અને તેનો ઉપયોગ પાચન સહાયક તરીકે પણ કરવામાં આવે છે. એ પણ માનવામાં આવે છે કે તે પેટના ગેસ અને પેટની બળતરામાં રાહત પૂરી પાડે છે. માનવામાં આવે છે કે તેમાં સામાન્ય મીઠાની સરખામણીએ ઓછું સોડિયમ હોય છે અને તે લોહીમાં સોડિયમની માત્રામાં વૃદ્ધિ નથી કરતું. સંચળ વાયુમાં ફેલાયેલી બેક્ટેરિયાનો નાશ કરવાનું કામ કરે છે.

સંચળનો લગભગ સો ગ્રામનો ટૂકડો ચીપીયાથી પકડી ગેસની આગ પર કે તવી પર સારી રીતે ગરમ કરો. જ્યારે લાલ રંગનો થઇ જાય એટલે તુરંત અડઘા કપ પાણીમાં ડુબાડી કાઢી લો. આ નમકીન ગરમ પાણીને એક જ વારમાં પી જાવ. આવું પાણી ઊંઘતી વખતે સતત બે-ત્રણ દિવસ પીવાથી ખાંસીમાં રાહત મળે છે.