શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|

ઘરેલુ ઉપાયો : આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

P.R

મોઢાની દુર્ગંધ દૂર કરવા : મોઢામાં દુર્ગંધ આવતી હોય તો રોજ સવારે એક જામફળના ઝાડનું એક પાન ચાવવાથી તેમાંથી છુટકારો મળશે. જામફળ ખાવુ પણ લાભદાયક છે.

કારગર ઉપાય - સાધારણ દઝાયા હોય તો દાઝેલા સ્થાન પર ડુંગળી રગડવાથી બળતરા અને સુઝનમાં રાહત મળે છે. આને દિવસમાં ત્રણ વખત દઝાયેલા સ્થાન પર લગાવવુ લાભદાયક રહેશે.

ગળુ સાફ થશે - લવિંગ તવા પર સેકી લો. તેને એક ચમચી ખાંડ સાથે ચાવીને ખાવાથી ગળાના દુ:ખાવામાં રાહત મળશે. આનાથી કફ પણ ઓછો થાય છે.

કબજિયાતની પરેશાનીમાં રાહત - જેમણે ગેસ કે કબજિયાત રહેતી હોય તેમણે રોજ સવારે ચણા ખાવા જોઈએ. ચણા ખાવાથી પેટનો દુ:ખાવો અને કબજિયાતમાં રાહત મળશે.